વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે સેવા સુરક્ષા અને શાંતિના ગુરૂ મંત્ર સાથે નિષ્ઠા પૂર્વક કામગીરી બજાવતી જિલ્લા પોલીસ પોતાની ફરજ સાથે-સાથે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહીં છે. લોકડાઉનના કારણે કાપરડાના અંતરિયાળ અને દુર્ગમ ટેકરીઓ ઉપર આવેલા અનેક ગામોમાં રોજિંદા કમાઈને રોજિંદા ખાનારા શ્રમિક વર્ગના પરિવારોની આર્થિક હાલત કફોડી બની છે. જેથી આવા પરિવારને કપરાડા પોલીસ દ્વારા 350 અનાજની કીટ વહેંચવામાં આવી છે.
કપરાડા પોલીસ જવાનોએ કર્યું રાશન કીટનું વિતરણ - કપરાડા પોલીસ
લોકડાઉનના સમયમાં કપરાડા તાલુકાના ઊંડાણના ગામોમાં વસવાટ કરતા શ્રમિક વર્ગ હાલ બેરોજગાર છે. જેથી તેમના ઘરે 2 ટંક ભોજનની પણ મુશ્કેલી પડી રહી છે. આવા પરિવાર માટે કપરાડા પોલીસે 350 અનાજની કીટનું વિતરણ કર્યું છે.
કપરાડા પોલીસે 350 અનાજની કીટનું વિતરણ કર્યું
પોલીસ દ્વારા વિતરણ કરવામાં આવેલી કીટમાં ચોખા, દાળ, લોટ, ખાંડ, મસાલા, ડુંગળી, બટેટા જેવી ઘરમાં ઉપયોગી ચીજો આપવામાં આવી છે. આમ કપરાડા પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ સાથે સાથે સામાજિક જવાબદારી પણ અદા કરી છે.