ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા ITI ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પાડોશી યુવા સાંસદ કાર્યક્રમ યોજાયો - news in valsad

વલસાડઃ જિલ્લામા નહેરુ યુવા કેન્દ્ર વલસાડ ખાતે શનિવારે પાડોશી યુવા સાંસદ કાર્યક્રમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર ખાતે યોજાયો હતો જેમાં યુવાનોને મહત્વની જાણકારી આપવામાં આવી હતી.

Caprada

By

Published : Oct 19, 2019, 7:06 PM IST

ITI કપરાડા ખાતે યોજાયેલા નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા આયોજિત પાડોશી સાંસદ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન બાલુભાઈએ જણાવ્યું હતુ કે, 'ઉમરગામથી અંબાજી સુધી 15 જિલ્લા છે. આપણા હક્ક અધિકાર અને કાયદાની જોગવાઈ આપણે જાણતા નથી.શિક્ષણનું પ્રમાણ ઓછું છે, શિક્ષણ વગર જીવન નકામું છે, માહિતી અધિકારના કાયદા અન્વયે આપણે RTI કરી માહિતી મેળવી શકીએ છે.

30 દિવસમાં માહિતી પૂરી મળી શકે છે. કલમ 125 મુજબ ભરણ પોષણની કાયદાની જોગવાઈ છે. અન્યાય અને શોષણ સામે અવાજ ઉઠાવવો જોઈએ, કલમ 107, 151 કલમ લગાવી છોડી દેવાઈ, કલમ 363 અપહરણ, કલમ 376 બળાત્કાર, 2013 અન્નસુરક્ષાનો કાયદો સસ્તા અનાજની દુકાનમાં રોજના 8 કલાક દુકાન ખુલ્લી રહેવી જોઈએ. એક માસમાં 24 દિવસ દુકાન ખુલ્લી રહેવી જોઈએ.

કપરાડા ITI ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પાડોશી યુવા સાંસદ કાર્યક્રમ યોજાયો

જ્યારે યુવા મોરચા પ્રમુખ ગિરીશભાઈ પટેલ બહેનોની પ્રગતિ બહેનો પર થતા અત્યાચાર માનસિક અત્યાચાર થતા હોય એવા કારણોનું નિવારણ કરી શકીએ, તેમણે સરિતા ગાયકવાડે સ્થાનિક કક્ષાએ નામ રોશન કર્યું હતું. સુનિતા વિલિયમ્સ વગેરે મહિલા સશક્તિકરણની વાત કરી હતી. યુવા મિત્રોને નશાથી દૂર રહેવું દારૂ,સિગરેટ, ગુટકા વગેરે નશાથી દુર રહેવું જોઈએ દેશને આગળ લઈ જવો હોય તો વ્યસનથી દુર રહેવું જોઈએ.

સ્વચ્છતા અભિયાન અને વ્યસન મુક્તિથી જ દેશ પ્રગતિ કરી શકશે. દિવ્યેશભાઈ એસ બી આઈ બેન્કના મેનેજર નેટ બેન્કિંગ ઇસ્યોરન્સ સહિતની ઉપયોગી માહિતી પુરીપાડી હતી. ડિજિટલ બેન્કિંગ અંગે જાણકારી આપી હતી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંગે જાણકારી આપી. 1098 ચાઈલ્ડ લાઈન નંબર બાળકોની વિવિધ સમસ્યા અંગે જાણકારી આપવામાં આવી હતી. બાળકો ખોવાઈ જાય તો પણ તે અંગે મદદ મળી શકે.

આસીસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ ભાઈ સ્વચ્છ ભારત ,મિશન મંગલમ(મહિલા ઉટકર્ષની યોજના), મનરેગા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, અંગે જાણકારી આપવામાં આવી હતી. કપરાડામાં 555 આવાસને આગામી દિવસમાં મંજૂરી આપવામાં આવશે

આ કાર્યક્રમ દરમ્યાન આસીસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ, દિવ્યેશભાઈ, ધીરુભાઈ, આર્શીદાબહેન, વિનયભાઈ સહિત ITI ના વિધાર્થીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




ABOUT THE AUTHOR

...view details