ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન-4: ધંધા રોજગાર ખોલવા સરકારની મંજૂરી મળતા બજારમાં જોવા મળી ચહલ-પહલ - VAPI NEWS

વાપી સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના મહામારીને કારણે ભયનું વાતાવરણ છે. દેશમાં પણ લોકડાઉન લગાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારે મંગળવારથી ક્લસ્ટર કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેટલીક છૂટછાટ સાથે ધંધા રોજગાર ખોલવાની મંજૂરી આપી છે. જેને લઇને વાપી અને તેની આસપાસની મુખ્ય બજારોમાં વેપારીઓએ પોતાના વેપાર ધંધાના સ્થળો ખોલીને સાફ-સફાઈ કરી કોરોના મહામારી વચ્ચે આવેલા મંદીના માર સામે બાથ ભીડવા મક્કમ બન્યા છે.

Lockdown 4
લોકડાઉન

By

Published : May 19, 2020, 4:41 PM IST

વલસાડ : ગુજરાત સરકાર દ્વારા મંગળવારથી ક્લસ્ટર કન્ટેઇનમેંટ ઝોન સિવાયના વિસ્તારોમા દુકાનોને ખોલવાની છૂટ આપી છે. જેને લઇને વલસાડ જિલ્લામાં વાપી સહિતના મુખ્ય શહેરોની બજારોમાં ચહલ પહલ જોવા મળી રહી છે. આ અંગે વાપી ટાઉન બજાર એસોસિયેશનના પ્રમુખ હીરાભાઇ પટેલે જણાવ્યું હતું કે, બે મહિના બાદ વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોના મહામારી બાદ લાગુ કરાયેલા લોકડાઉનમાં જે દુકાનો બંધ હતી. તે ફરી શરૂ કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીને કારણે વાપીમાંથી મોટા ભાગના લોકો હિજરત કરી ગયા છે. પ્રવાસી કામદારો પર જ નિર્ભર વાપી બજાર હાલ મંદીના માહોલમાં છે. સરકારનો આભાર પણ માનીએ છીએ કે, ઈદ જેવા તહેવારમાં વેપાર ધંધાને છૂટ આપી છે. બે માસની મંદીની અસર બજારમાં ચોક્કસ વર્તાઈ રહી છે. ત્યારે વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, ગ્રાહકો પાસે તેનું પાલન કરાવે, સાવચેતી રાખીને નિર્ભય બની મહામારી સામે હોસલા બુલંદ હે ના નારા સાથે વેપાર કરશે તો જ આ મંદીને હરાવી શકીશું.

Lockdown 4, ધંધા રોજગાર ખોલવા માટે સરકારની અનુમતિ મળતા બજારમાં જોવા મળી ચહલ-પહલ
તો એ જ રીતે સોના ચાંદી એસોસિયેશનના સભ્ય દિનેશ જૈને જણાવ્યું હતું કે, બે મહિનાથી બજાર બંધ હતી. વેપાર-ધંધા ઠપ્પ થતા લોકડાઉન 4 માં સરકારે રાહત આપી છે. કપડા, સોના-ચાંદી ઇલેક્ટ્રોનિક, જેવી દુકાનોને છૂટ મળી છે. જો કે, પ્રથમ દિવસે વલસાડ કલેકટર તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. જેને કારણે હાલ જ્વેલર્સ સહિત અન્ય વેપારીઓએ પરિપત્રની રાહ જોવા સાથે વેપાર ધંધાના સ્થળને ખોલવાનું વધારે મુનાસિબ માન્યું છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આવેલી બજારો મુખ્યત્વે પ્રવાસી કામદારો પર નિર્ભર રહેતી બજાર હતી. જ્યારે હવે મોટાભાગના પ્રવાસી કામદારો પોતાના વતન જતા રહ્યા છે. તેવા સમયે વેપારીઓ દુકાન ખોલીને સાફ-સફાઈ કરીને ગ્રાહકોના આવવાની રાહ જોઈ રહ્યા છે. આશા છે કે, ધીરે ધીરે ઘરાકી પણ વધશે પરંતુ તે માટે થોડો સમય જરૂર લાગશે. એટલે કોરોના મહામારીના ભય વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતાના વેપારને આગળ વધારે તે જ સમયની માંગ છે.

ABOUT THE AUTHOR

...view details