- 4 દિવસ બાદ ટ્રસ્ટી મંડળે સમાધાનનુ વલણ આપનાવતા ધરણાંનો સુખદ અંત
- જર્જરિત બિલ્ડીંગ શૌચાલય અને હોસ્ટેલ ફેનસિંગ અંગેના પ્રશ્નો અંગે ધરણાં ઉપર ઉતર્યા
- ABVP વલસાડના પ્રમુખની મધ્યસ્થી બાદ મામલાનો સુખદ નિવેડો
વલસાડ: ગ્રામ સેવા સભા વનસેવા મહાવિદ્યાલયના વિધાર્થીઓ છેલ્લા 4 દિવસથી દિવસ રાત દરમિયાન મૌન અને ધરણાં કરી રહ્યા હતા, તેમની માંગ હતી કે, મંડળ હટાવવામાં આવે તેમજ કોલેજના જર્જરિત બિલ્ડીંગનુ સમારકામ, હોસ્ટેલના ફરતે ફેનસિંગ વગેરે માંગ હતી. 4 દિવસ બાદ ટ્રસ્ટી મંડળ સામે આવ્યું હતું, અને વિધાર્થીઓ સાથે બેઠક કરીને સુખદ ઉકેલ(Happy end of student trike) કર્યો હતો.
ટ્રસ્ટી મંડળે એડહોક મુજબ લીધેલા કર્મ4ીને છુટા કરતા વિવાદ ઉભો થયો
ધરણાં પ્રદર્શનના 4 દિવસ બાદ BRS કોલેજના (BRS College Dharampur)ટ્રસ્ટી મંડળ વિવાદને દૂર કરવાના હેતુસર મીડિયા સમક્ષ આવ્યા હતા, તેમને જણાવ્યું કે, યુનીવર્સીટીના નિયમ મુજબ કર્મચારી નોટિસ આપી, ત્રણ કર્મચારીને છુટા કરવાની તજવીજ કરવામાં આવતા વિધાર્થીઓનું આંદોલન ઉભું થયું હતું, જોકે તેનો દોરી સંચાર ત્રાહિત વ્યક્તિ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વલસાડે મહત્વની ભૂમિકા ભજવી
ધરણાં ઉપર બેઠેલા વિધાર્થીઓની તમામ સમસ્યા સાંભળ્યા બાદ ટ્રસ્ટી મંડળ આચાર્ય અને વિધાર્થીઓ વચ્ચે રહીને તમામને જોડવા અને આંદોલનનો સુખદ અંત લાવવા માટે ABVP વલસાડના (Akhil Bharatiya Vidyarthi Parishad)સંયોજક કેવિન પટેલ અને તેમના સાથી મિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી વિધાર્થીઓના હિતમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને ટ્રસ્ટી મંડળને સમજાવવામાં સફળ રહ્યા હતા.