રોડ રસ્તાની ખસ્તા હાલતને લઈને અનેક મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતાની સાથે જ કામની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ, ગુજરાતના અન્ય વિસ્તારમાં રજૂઆત છતાય કામ શરુ નહિ કરતા સ્થાનિક સભ્ય દ્વારા ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે છે.
વલસાડ જિલ્લાના સારંગપુર અને પીઠા ગામને જોડતો ઔરંગા નદી પર બનેલો લો લેવલ બ્રિજ વરસાદમાં ધોવાઈ ગયો હતો જે અંગે જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી બેન પટેલ દ્વારા અનેક વાર રજૂઆત છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું ન હતું. જેને લઈને બુધવારના રોજ તેમના દ્વારા આ બ્રિજ પર ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી. આ બ્રિજ 30થી 35 જેટલા ગામોને જોડે છે. આ બ્રિજ બિસમાર બનતા સ્થાનિકોને 10થી 15 કિમિનો ચકરાવો પડે છે જેને લઈને સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.