વલસાડ નોરતામાં શક્તિના આરાધના પર્વમાં પણ નશો કરનારા બાજ નથી આવતા. આવા લોકોને પાઠ ભણાવવા માટે વલસાડ પોલીસ ( Valsad Police ) એક્શનમાં આવી છે અને પ્રોહીબિશન ડ્રાઈવ શરૂ કરી છે. રાત્રી દરમ્યાન દારૂનો નશો કરી ફરતા લોકોનું આકસ્મિક ચેકીંગ (Breath Analyzer Checking Drive for Drunkers ) કરતા ફફડાટ ફેલાયો છે.
બ્રિથ એનલાઈઝર ચેકિંગમાં પીધેલા પકડાયાવલસાડ શહેરમાં નવરાત્રી મહોત્સવમાં પીધેલાઓને પકડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ નવરાત્રી ( Navratri 2022 Valsad ) આયોજનના સ્થળ નજીક પોલીસનું ચેકીંગ થતાં (Breath Analyzer Checking Drive for Drunkers ) શોખીનો નશાની હાલતમાં ઝડપાયાં હતાં. વલસાડ પોલીસે ( Valsad Police ) મોડી રાત્રે નશાખોરો અને નશાની હાલતમાં વાહન ચલાવતા લોકોને ઝડપવા પોલીસની કામગીરીમાં ગરબાના સ્થળ નજીકથી પણ પીધેલી હાલતમાં ઝડપાયાં હતાં.