ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં માથાભારે બુટલેગરના પુત્રએ મહિલા પર કર્યો ચપ્પુથી હુમલો - tejas desai

​​​​​​​વલસાડઃ પોલીસનો અને કાનુનનો ડર જ બુટલેગરોમાં જાણે ઓસરી રહ્યો હોય તેમ બેખોફ બની બુટલેગરો દ્વારા શનિવારે રાત્રે એક મહિલાના ઘરમાં ઘુસી ચપ્પુ વડે હુમલો કર્યો અને મહિલાને લોહીલુહાણ હાલતમાં મુકીને ફરાર થઈ ગયા હતા.

VLD

By

Published : Jun 9, 2019, 5:24 PM IST

વલસાડના હાલર જકાત નાકા પાસે રહેતી એક મહિલાને હાલાર શ્રીનગર સોસાયટીમાં રહેતા બુટેગર મિથુનના પુત્ર મિતુલ સુરતી અને તેના અન્ય ત્રણ જેટલા મિત્રોએ અગાઉની જૂની અદાવત રાખી રાત્રીના 2 કલાકના અરસામાં નાનાકવાડા જકાત નાકા પાસે રહેતી ગીતાબેન પટેલના ઘરે જઈ તેના પુત્ર મનીષ ઉર્ફે ગોટિયો ક્યાં છે, કહી ગાળા ગાળી કરતા ઉશ્કેરાયેલા મિતુંલે ગીતા બેનને હાથ-પગ પર ચપ્પુ અને લાકડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

વલસાડમાં માથાભારે બુટલેગરના પુત્રએ મહિલા પર કર્યો ચપ્પુથી હુમલો

ચપ્પુ દ્વારા હુમલો કર્યા બાદમાં ઘરમાં તોડફોડ કરી ભાગી છૂટ્યા હતા. જ્યાર બાદ આજુબાજુના રહીશો દોડી આવી લોહીથી લથબથ ગીતા બેનને 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. આવા માથાભારે બુટેગરની વધી રહેલી હિંમતને પગલે ચોક્કસએ ફલિત થાય છે કે, ગુન્હેગારોમાં પોલીસનો ધાક અને હાક ઓસરી રહ્યો છે. વલસાડ પોલીસ વધુ કડક બની આવા માથાભારે સામે પગલાં લે એ જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details