વલસાડઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા( Bogus doctors in Valsad)કરતા બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા છે. વલસાડ આરોગ્ય વિભાગની ટીમ( Valsad Health Department )અને પોલીસની સંયુક્ત ટીમે છાપો (Valsad Dharampur Police)મારતા બે બોગસ તબીબને ઝડપી લીધા છે. જેમની પાસેથી 26 હજાર કરતા પણ વધુ કિંમત મેડિસિનમો પોલીસે કબજે લીધો છે.
ધરમપુરના અંતરિયાળ ગામોમાં બોગસ તબીબો પ્રેક્ટીસ -ધરમપુર તાલુકાના પૂર્વપટ્ટીના ગામમાં ખૂણે ખાંચરે(Bogus doctor) ક્લિનિક શરૂ કરી બિન્દાસપણે કેટલાક બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી પોતાની પ્રેક્ટિસ કરી દીધો ધંધો કરી રહ્યા હોવાની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને મળી હતી. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસની ટીમ બનાવી સંયુક્ત રીતે ધરમપુર વિસ્તારના હનમતમાળ અને ખાડા ગામે પોલીસે રેડ કરતા બે બોગસ તબીબો ઝડપાયા છે.
ખાડા અને હનુમંત માળ ગામેથી બે બોગસ તબીબોને ઝડપાયા -ધરમપુરના ખાડા અને હનુમાન ગામે છેલ્લા કેટલાક સમયથી બિન્દાસપણે પોતાની હાટડી ચલાવતા બે બોગસ તબીબોને છાપો મારી ઝડપી લીધા છે. જેમાં હનમતમાળ ગામે ઉટકર્ષ દિગમ્બર આંભોરે જેની પાસે 6840 રૂપિયાની દવાનો જથ્થો જ્યારે ખાંડા ગામેથી જયંતિ વિનોદ ચૌધરીને ઝડપી લીધો જેની પાસે થી 20,588 રૂપિયાની દવાનો જથ્થો ઝડપી લીધો હતો.
આ પણ વાંચોઃBogus Doctor - ખેડાના કાલસરથી બોગસ ડૉક્ટર ઝડપાયો
બોગસ તબીબને પોલીસ મથકે લાઇ આવતા સ્થાનિકો પોલીસ મથકે પહોંચ્યા -ધરમપુર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે બે બોગસ તબીબ ને પકડી લઈ પોલીસ મથકે લઇ આવતા સ્થાનિક લોકો પણ આ બોગસ તબીબની ભલામણ માટે આવ્યા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે સરકારી દવાખાનાના તબીબો સવારે 10 વાગ્યે આવી સાંજે 4 પહેલા દવાખાનું છોડીને જતા રહે છે આવા સમયે સ્થાનિક કક્ષાએ સેવા આપતા આવા તબીબો પાસે જ લોકો સારવાર કરાવતા હોય છે ત્યારે સરકાર આરોગ્ય વિભાગ નિયમિત 24 કલાક સેવા આપે જરૂરી છે.
ઇજેકશન અને દવાનો જથ્થો કબજે લેવામાં આવ્યો -પકડાયેલા બોગસ તબીબ પાસેથી ઇજેકશન અને દવાનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. આ બોગસ તબીબો પાસે આટલા ઊંડાણના ગામમાં આવ્યો ક્યાંથી અને ત્યાં પહોંચતા કોણ કરે છે. એ તપાસનો વિષય છે સામાન્ય નાગરિક જો દવા લેવા પહોંચે તો કોઈ પણ દવાની દુકાન ધરાવતા દુકાનદાર ડૉક્ટરની ભલામણ વગર દવા આપતા નથી ત્યારે આવા તબીબોને મોટા પ્રમાણમાં જથ્થો કોણ આપે છે એ તપાસનો વિષય છે.
આ પણ વાંચોઃBogus doctor : બનાસકાંઠા જિલ્લામાં વિવાદનું કારણ