ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ રેલવે ટ્રેક નજીક મળ્યો - જેલ કંપની

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા ભાનુશાલી પરિવારનો યુવક વાપી નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જેનો મૃતદેહ બગવાડા રેલવે ટ્રેક નજીકથી મળી આવતા ચકચાર મચી છે.

etv bharat
gujarati news

By

Published : Sep 19, 2020, 10:57 PM IST

વલસાડ: વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા ભાનુશાલી પરિવારનો યુવક વાપી નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જેનો મૃતદેહ બગવાડા રેલવે ટ્રેક નજીકથી મળી આવતા ચકચાર મચી છે.

ગુજરાતી સમાચાર

આ મૃતદેહ પાસેથી એક ચિઠ્ઠી પણ પોલીસને મળી છે આ ચિઠ્ઠીમાં પોતે લોન લીધી હોવાની ઉલ્લેખ કર્યો છે અને ચિઠ્ઠીમાં અંતે સોરી મોમ, ડેડ લખ્યાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. યુવકના મોતને લઈ અનેક રહસ્ય સર્જાયા છે.

ગુજરાતી સમાચાર

અર્જુન ભાનુશાલી વાપી નોકરીએ જવાનું કહીને બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. આ યુવકનો મૃતદેહ રેલવે ટ્રેક નજીકથી મળી આવતા ચકચાર મચી છે. હાલ પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

યુવક પાસેથી પોલીસને એક ચિઠ્ઠી પણ મળી આવી છે. ચિઠ્ઠીના અંતે તેના માતા-પિતાને સોરી પણ લખ્યું છે. અચાનક આ યુવકે રેલવે નીચે કેમ પડતું મૂક્યું તે અંગે પણ અનેક રહસ્યો સર્જાયા છે.

ABOUT THE AUTHOR

...view details