- વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાં મૃતદેહન મળી આવ્યો
- મૃતદેહ કોનો છે તે તપાસ શરૂ કરાઇ
વલસાડઃ વાપી CETP પ્લાન્ટના કમ્પાઉન્ડમાં કેટલાક કામદારોને દુર્ગંધ આવતા તેઓએ કંપનીમાં જાણ કરતા કંપની સ્ટાફ દ્વારા કંપનીના અંદરના ભાગે દમણગંગા નદી કિનારે આવેલી દીવાલ પાસે તપાસ કરતા ઝાડ પર ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાર બાદ કંપની સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરતા પોલીસ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને ઝાડ પરથી ઉતારી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.