ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં અડધીરાત્રે બોટમાં આગ, મોટાભાગનો સામાન બળીને ખાખ - વલસાડમાં દરિયા કિનારે બોટમાં આગ લાગી

વલસાડમાં મોડી રાત્રે અચાનક બોગમાં આગ (boat fire in Valsad) લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. (Valsad Fire department)

મધરાત્રે દરિયા કિનારે બોટમાં આગ લાગતા મચી દોડધામ
મધરાત્રે દરિયા કિનારે બોટમાં આગ લાગતા મચી દોડધામ

By

Published : Dec 31, 2022, 4:13 PM IST

વલસાડના દરિયા કિનારે બોટમાં આગ લાગતા મચી દોડધામ

વલસાડ :શહેરના નાની ભાગળ નજીકમાં મોડી રાત્રે કોઈ અગમ્ય કારણસર બોટમાં (boat fire in Valsad) આગ લાગતા દોડધામ મચી હતી. જોકે, આગ લાગતા પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. મળતી માહિતી મુજબ બોટમાં મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. (Valsad Fire department)

આ પણ વાંચોસ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઇ રીક્ષામાં આગ, 20 રીક્ષા બળીને ખાખ

શું હતો સમગ્ર મામલો વલસાડના નાની ભાગળ ગામે જેટી નજીકમાં કોઈ કારણ સર વૈષ્ણવદેવી નામની બોટમાં અચાનક આગ (boat caught fire at Nani Bhagal village) ભભૂકી ઉઠી હતી. રાત્રે 12:00 વાગ્યાની આસપાસ અચાનક દરિયા કિનારે જેટી પાસે મૂકવામાં આવેલી બોટમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી. જેને પગલે દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટના બનતા સ્થાનિકોએ વલસાડ ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરનું વાહન ઘટના સ્થળે પહોંચ્યું હતું. (boat caught fire at night in Valsad)

આ પણ વાંચોસુરતમાં મેઈન્ટેન્સ બાદ ખાનગી બસમાં આગ, 19 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો

ઘટનામાં કોઈ જાનહાની ફાયર વિભાગે બોટમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. જોકે આ ઘટનામાં બોટમાં રાખેલા કેટલાકો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, માછીમારી કરનારા લોકો બોટમાં મોડી રાત્રે માછીમારી કરતા હોય છે, જ્યારે વહેલી સવારે પરત થતા હોય છે, ત્યારે મોડી રાત્રે અચાનક બોર્ડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પરતું મહત્વનું એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની બની નથી. (boat caught fire on beach in Valsad)

ABOUT THE AUTHOR

...view details