ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ મોબાઈલ વાન શરૂ કરાઇ - MLA Kanu Desai

કોરોના મહામારી દરમિયાન રક્તની ઘટ વર્તાતી હોવાનું ધ્યાને આવતા વાપી રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 32 લાખના ખર્ચે હરતી ફરતી બ્લડ મોબાઇલ વાન શરૂ કરાઇ છે.

વાપી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ મોબાઈલ વાન શરૂ કરાઇ
વાપી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ મોબાઈલ વાન શરૂ કરાઇ

By

Published : Oct 17, 2020, 7:49 PM IST

  • રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ મોબાઇલ વાન શરૂ કરાઇ
  • પારડી ધારાસભ્ય કનું દેસાઈના હસ્તે બ્લડ મોબાઇલ વાનનું લોકાર્પણ
  • બ્લડ વાન અંદાજિત 32 લાખ રૂપિયામાં તૈયાર કરાઇ

વલસાડઃ વાપીમાં રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 32 લાખના ખર્ચે ખાસ બ્લડ મોબાઇલ વાન શરૂ કરાઇ છે. ડૉક્ટર, નર્સ સાથે 6 સભ્યના સ્ટાફની આ બ્લડ મોબાઈલ વાન વાપીની સોસાયટી, ફેક્ટરીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી રોજનું 25થી 30 યૂનિટ રક્ત એકત્ર કરી રક્તની ઘટને નિવારશે.

વાપી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ મોબાઈલ વાન શરૂ કરાઇ

જરૂરિયાતએ શોધની જનેતા છે. આ કહેવતને વાપીના ઉદ્યોગપતિઓએ અને રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યોએ સાર્થક કરી છે. હાલની કોરોના મહામારી દરમિયાન રક્તની ઘટ વર્તાતી હોવાનું ધ્યાને આવ્યાં બાદ રોટરી ચેરીટેબલ ટ્રસ્ટે વાપીના દાતાઓની મદદથી હરતી ફરતી બ્લડ મોબાઈલ વાન શરૂ કરી છે.

વાપી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ મોબાઈલ વાન શરૂ કરાઇ
  • ધારાસભ્ય કનું દેસાઈના હસ્તે રોટરી ક્લબનું લોકાર્પણ

આ વાનનું વલસાડ જિલ્લાના પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, સમાજ માટે સદાય સહાયની ભાવનાથી તત્પર રહેતા રોટરી ક્લબ ઓફ વાપીએ રક્તની ઘટને પહોંચી વળવા જિલ્લામાં પ્રથમ બ્લડ મોબાઇલ વાન શરૂ કરી છે. જે કોરોના મહામારીમાં ખૂબ જ ઉપયોગી બની રહી છે. આ પ્રયાસ માટે તમામ સભ્ય અભિનંદનને પાત્ર છે.

વાપી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ મોબાઈલ વાન શરૂ કરાઇ
આ બ્લડ મોબાઈલ વાનની સુવિધા અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ્સ વીરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વાનમાં એક સાથે ત્રણ લોકો રક્તદાન કરી શકશે. વાનમાં 100 યૂનિટ રક્ત 8 કલાક સુધી સાચવી શકાય તેવી સુવિધા પણ છે.
  • બ્લડ વાન ક્યા વિસ્તારમાં અને કેટલું રક્ત એકત્ર કરશે

વાપીમાં શરૂ કરાયેલા બ્લડ વાન અંદાજિત 32 લાખમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડર, ડ્રાઈવર સહિત 6 સભ્યનો સ્ટાફ છે. મહિને 5 લાખ આસપાસના ખર્ચ સાથે શનિ-રવિના દિવસે બ્લડ મોબાઈલ વાન વાપીની સોસાયટીઓમાં અને સોમથી શુક્રના રોજ GIDCની ફેક્ટરીઓમાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દૈનિક 25થી 30 યૂનિટ રક્ત એકત્ર કરશે. બ્લડ મોબાઈલ વાન માટે વાપીના જાણીતા ઉદ્યોગપતિ અલી નાથાણી અને ગૌતમ શાહે દાનની રકમ આપી આ સેવામાં સરાહનીય ભૂમિકા ભજવી છે.

ABOUT THE AUTHOR

...view details