ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના રોનવેલ ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

વલસાડ નજીક આવેલા રોનવેલ ગામે રોનવેલ યુવક મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવકોએ રક્તદાન કર્યું હતું.

ગુજરાતી સમાચાર
ગુજરાતી સમાચાર

By

Published : Sep 20, 2020, 8:27 PM IST

વલસાડ: જિલ્લાના રોનવેલ ગામે આવેલી પ્રાથમિક સ્કૂલમાં રોનવેલ યુવક મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વલસાડ મામલતદાર મનસુખભાઈ વસાવાના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

વલસાડના રોનવેલ ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મામલતદાર વસાવાએ જણાવ્યુ કે, યુવાનો દ્વારા કરવામાં આવેલું આ કાર્ય ખુબજ ઉત્તમ છે. લોહી એક એવી વસતુ છે. જેને વૈજ્ઞાનિકો પણ બનાવી શકતા નથી. તેથી રક્તદાન કરવું ખૂબ જરૂરી છે. એક વ્યક્તિએ કરેલા રક્તદાનથી ત્રણ લોકોના જીવ બચાવી શકાય છે. આજે રોનવેલ યુવક મિત્ર મંડળના યુવક અને યુવતિઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કર્યું હતુ.

વલસાડ જિલ્લામાં પડતી લોહીની અછત ને પહોંચી વળવા સમયાંતરે રક્તદાન શિબીર નું આયોજન કરવામાં આવે છે. જે પેકી સામાજિક સંસ્થાઓના સહયોગ થી વિવિધ સથળે રક્તદાન કેમ્પ યોજાય છે. વલસાડ જિલ્લામાં દરોજ 10 થી વધુ લોહીના બોટલોની જરુરિયાત ઉભી થાય છે.

ABOUT THE AUTHOR

...view details