ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો - 12 બોટલ જેટલું રક્ત એકત્ર

વલસાડ જિલ્લાનાં ધરમપુર અને કપરાડા વિસ્તારમાં હજી પણ રક્તદાન(blood donation camp) કરવા માટે જલ્દીથી કોઈ આગળ આવતું નથી. આદિવાસી વિસ્તારમાં રક્તદાન કરવા બાબતે કેટલીક ગેરમાન્યતાઓ(Some misconceptions about blood donation) પ્રવર્તી રહી છે જેના કારણે ગ્રામીણ કક્ષાએ રક્તદાન શિબિરનું આયોજન કરવું એ મોટા ભાગે સફળ થતો નથી. તેમ છતાં કેટલીક સામાજિક સંસ્થાઓ રક્તદાન કરતી હોય છે એ જ રીતે આજે રેમ્બો વોરિયર ધરમપુર સંવેદના એક પહેલ કપરાડા અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, પાર્થ ટ્રેડર્સ વાપીનાં સહયોગથી કપરાડા વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 બોટલ રક્ત એકત્ર થયુ(12 bottles of blood collected) હતું.

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો

By

Published : Nov 15, 2021, 6:12 PM IST

  • ૨૦ બોટલ રકત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો
  • રક્તદાતાને વિશેષ ગિફ્ટ એનાયત કરવામાં આવી
  • 12 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું

વલસાડ : વલસાડ જિલ્લામાં સિકલસેલના હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જેમાં મોટાભાગના દર્દીઓ ધરમપુર અને કપરાડાના અંતરિયાળ ગામોના છે. આવા દર્દીઓને જ્યારે પણ તબિયત બગડે ત્યારે તેઓને રક્તની જરૂરીયાત(blood donation camp) ઉભી થાય છે પરંતુ તેમને રક્ત મળવવું ખૂબજ અઘરુ બને છે. રક્તદાન કેન્દ્રનાં ભાવેશભાઈ રાયચાનાં જણાવ્યા મુજબ જિલ્લામાં એક હજાર જેટલા સિકલસેલનાં દર્દીઓ(Sickle cell patients) નોંધાયા છે અને આવા દર્દીઓને સમયાંતરે રક્તની જરૂરીયાત ઉભી થતી હોય છે આવી જરૂરિયાતને પહોંચી વળવા માટે રક્તદાન કેન્દ્ર વલસાડ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ૨૦૦ જેટલા યુનિટો ફાળવવામાં આવે છે.

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો

12 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું

વિસ્તારનાં લોકોમાં જાગૃતતા લાવવાનાં પ્રયાસ રૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ૨૦ બોટલ રકત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ગુલાબ રાઉતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓએ હાજરી આપી હતી તેમજ રક્તદાન કરનારને પ્રોત્સાહન રૂપે વિશેષ ગિફ્ટ પણ એનાયત કરવામાં આવી હતી અને 12 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Congress in-charge of Gujarat Raghu Sharma એ અંબાજીમાં દર્શન બાદ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાના સન્માનમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

ABOUT THE AUTHOR

...view details