વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો આજે પણ રક્તદાન કરવા માટે ડરે છે. આદિવાસી સમાજના લોકો રક્તદાન કરવા આગળ નથી આવતા ત્યારે લોકોમાં જાગૃતતા આવે તેમજ રક્તદાનથી ફાયદા શુ છે તે અંગે જાગૃતતા લાવવા માટે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન સિલધા ગામે કરવામાં આવ્યું હતું.
કપરાડા તાલુકાના સિલધા ગામે હિન્દૂ યુવા વાહીની અને સંવેદના એક પહેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ કાર્યક્રમનો પ્રારંભ કપરાડા મામલતદાર અને TDO તેમજ માજી સરપંચ રમતુ ચૌધરી, માજી સૈનિક ખુશાલ વાઢુંએ દીપ પ્રાગટય કરીને કરાવ્યો હતો. જે બાદ ઉપસ્થિત તમામે રક્તદાન અને તેના ફાયદા તેમજ ગ્રામીણ કક્ષાએ આયોજિત કરવામાં આવેલા રક્તદાનની જરૂરિયાત અંગે જાણકારી આપી અને આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
કપરાડા તાલુકાના સિલધા ગામે હિન્દૂ યુવા વાહીની અને સંવેદના એક પહેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન વાપી અમર કાર તરફથી આવેલા તમામ લોકોને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અભિષેક ઓટો એજન્સીના અનિલ ભાઇએ જણાવ્યું કે, રક્તદાનના એક યુનિટ અન્ય ત્રણ લોકોના જીવને બચાવી શકે છે માટે રક્તદાન કરવું જ જોઈએ. કાર્યક્રમ દરમિયાન આદિવાસી વિકાસ સેવા સંગઠન હિન્દૂ યુવા વાહીનીના કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતુંઅમર કારમાંથી આવેલા એમ ડી જેમનો જન્મ દિવસ હોય એમણે પણ જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કરીને આ ઉત્તમ કાર્યમાં સહયોગ આપ્યો હતો. પ્રથમ વાર આયોજિત કરવામાં આવેલા આ રક્તદાન શિબિરમાં 17 બોટલ રક્ત એકત્ર થયું હતું. કરવામાં આવ્યું હતું.
કપરાડા તાલુકાના સિલધા ગામે હિન્દૂ યુવા વાહીની અને સંવેદના એક પહેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ કાર્યક્રમમાં કપરાડા મામલતદાર, TDO, માજી સૈનિક ખુશાલ વાઢુ, અનિલ, અમર કાર વાપીથી આવેલા જનરલ મેનેજર અમિત દેસાઈ તેમજ દમણથી સેવાકીય કામગીરીમાં હાજરી આપી પ્રોત્સાહિત કરવા આવેલા પંકજ મિસ્ત્રી, દિવાઇન વિંગ માંથી સ્નેહા બેન, પર્યાવરણ રક્ષક સમિતિના મયંક પટેલ તેમજ સિલધા ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી.
કપરાડા તાલુકાના સિલધા ગામે હિન્દૂ યુવા વાહીની અને સંવેદના એક પહેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો