ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ: ધરમપુરના નાનકડા ગામ સાવરમાળમાં કરાયું રક્તદાન શિબિરનું આયોજન - blood donation camp at Savarmal village of Dharampur

જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી ધરમપુર નજીક આવેલા સાવરમાળ ગામે સાવરમાળ યુવક મિત્ર મંડળ રેમ્બો વોરિયર્સ ધરમપુરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્તદાન અંગેની માહિતી તેમજ દેહદાન અંગેની માહિતી પણ લોકોને મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

dharampur
ધરમપુર

By

Published : Nov 29, 2020, 7:31 PM IST

  • જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન શિબિરનું આયોજન
  • લોકોમાં જાગૃતતા લાવવા રક્તદાન શિબિરનું આયોજન
  • સ્થાનિક યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી સમાજમાં દાખલો બેસાડ્યો

વલસાડ :ધરમપુર નજીકના સાવરમાળ ગામે રેમ્બો ધરમપુર અને સાવરમાળ યુવા મિત્ર મંડળના સહયોગથી સાવરમાળ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ રક્તદાન શિબિરનું આયોજન લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું.

ધરમપુરના નાનકડા ગામ સાવરમાળમાં કરાયું રક્તદાન શિબિરનું આયોજન
રક્તદાન મહાદાન અંગે લોકોને માહિતી અપાઇએક વ્યક્તિએ કરેલું રક્તદાન ત્રણ લોકોના જીવ બચાવી શકે છે. આ અંગેની સંપૂર્ણ માહિતી સાવરમાળ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં ઉપસ્થિત થયેલા તમામ લોકોને આપવામાં આવી હતી. તેમજ લોકોને રક્તદાન કરવા માટે જાગૃત કરાયા હતા.મૃત્યુ બાદ દેહદાન કરવા અંગેની પણ માહિતી અપાઇવર્તમાન સમયમાં લોકોની ખાણીપીણી અને રહેણીકરણીને કારણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે. શરીરના અનેક અંગો કામ કરતા બંધ થઇ જાય છે. ત્યારે આવા અંગોના સ્થાને અન્ય લોકોના અંગો પણ પ્રત્યારોપણ કરી શકાય છે. પરંતુ તે પૂર્વે આવા અંગોનું દાન કરેલું હોવું જોઈએ અને એ માટે મૃત્યુ બાદ જો કોઈ દેહદાન કરે તો તેવા લોકોના અંગો જરૂરિયાત મંદ લોકોને કામ આવી શકે આ તમામ પ્રકારની જાણકારી રક્તદાન શિબિર દરમિયાન પણ લોકોને આપવામાં આવી હતી.50 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતોસાવરમાળ ખાતે પ્રાથમિક શાળામાં આયોજીત રક્તદાન શિબિરમાં 50 યુનિટ બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ગામોના મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જેમાં રક્તદાન કરવા માટે રીતસર યુવાનો લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. આમ એક તરફ જ્યાં ગ્રામીણ કક્ષાએ લોકોમાં રક્તદાન કરવા માટે કોઈ જલ્દી આગળ આવતું નથી. ત્યારે લોકોમાં રક્તદાન માટે જાગૃતિ લાવવા માટે ધરમપુર નજીકના અંતરિયાળ ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વલસાડ રક્તદાન કેન્દ્રના કર્મચારીઓએ ખડે પગે સેવા બજાવી હતી.

ABOUT THE AUTHOR

...view details