- વાપીમાં ભાજપે મધ્યસ્થ કાર્યાલય સહિત વોર્ડના કાર્યાલયને ખુલ્લા મુક્યા
- કનુભાઈ દેસાઈના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરાયુ
- વરસતા વરસાદમાં કાર્યકરો સાથે કર્યું કાર્યાલયનું ઉદ્ઘાટન
વાપી :- વાપી નગરપાલિકામાં 28મી નવેમ્બરે મતદાન (Vapi municipal elections) થવાનું છે. પાલિકાની આ ચૂંટણીમાં આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીઓ જંગ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી 16મી તારીખે તમામ ઉમેદવારો જાહેર કરાયા બાદ ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી ગુરુવારે ભાજપના ધારાસભ્ય અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના (Kanu Desai) હસ્તે મધ્યસ્થ કાર્યાલય સહિત 11 વોર્ડના તમામ કાર્યાલયનું ઉદ્ઘાટન (inauguration 11 wards, central office) કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં
તમામ બેઠક જીતવા ભગવાને આશીર્વાદ આપ્યા
ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જણાવ્યું હતું કે, વરસાદી માહોલમાં આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, ત્યારે વાપી નગરપાલિકાની તમામ 44 બેઠકો જીતવા માટે ભગવાને પણ આશીર્વાદ આપ્યા છે.