- ઉમરગામ નગરપાલિકાનું પરિણામ જાહેર
- ભાજપે 21 બેઠક કબ્જે કરી
- કોંગ્રેસને માત્ર 7 બેઠક પર જીત મેળવી
વલસાડ : જિલ્લાની ઉમરગામ નગરપાલિકામાં કુલ 28માંથી 27 બેઠકની મત ગણતરી થઈ હતી. મત ગણતરીમાં ભાજપે કુલ 28 સીટમાંથી 21 બેઠક પર કબ્જો જમાવી નગરપાલિકા કબ્જે કરી હતી. ઉમરગામ નગરપાલિકામાં 7 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી.
ઉમરગામ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો ગત વર્ષની સરખામણીએ પણ ભાજપના ઉમેદવારોને આ વર્ષે વધુ મત મળ્યા
વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. નગરપાલિકામાં કુલ 7 વૉર્ડની 28 બેઠકમાંથી 1 બેઠક બિન હરીફ મેળવ્યા બાદ 27 બેઠક માટે મંગળવારે મત ગણતરી થઈ હતી. જેમાં ભાજપે 20 બેઠક સાથે કુલ 21 બેઠક પર વિજય મેળવ્યો હતો. જે અંગે ભાજપના નેતા ઈશ્વર બારીએ જણાવ્યું હતું કે, ભાજપના વિજય માટે મતદારો અને કાર્યકરોનો ખૂબ આભાર માનીએ છીએ. મતદારોએ ભાજપ પર મૂકેલો વિશ્વાસ અને કાર્યકરોની મહેનત રંગ લાવી છે. ગત વર્ષની સરખામણીએ પણ ભાજપના ઉમેદવારોને આ વર્ષે વધુ મત મળ્યાં છે.
ભાજપના નેતા ઈશ્વર બારીએ જણાવ્યું હતું કે, ભાજપના વિજય માટે મતદારો અને કાર્યકરોનો ખૂબ આભાર માનીએ છીએ ચૂંટણીમાં આપેલા વાયદા પૂરા કરીશું
જ્યારે ભાજપના કન્વીનર ટીનું બારીએ જીતની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષે તેના પર જે વિશ્વાસ મૂક્યો હતો, તે વિશ્વાસ ફળીભૂત થયો છે. આગામી દિવસોમાં જે પણ વિકાસના કામ પાઈપલાઈનમાં છે. તે તમામ કામ પૂર્ણ કરી જનતાને આપેલા વાયદા પૂરા કરીશું.
ભાજપના કન્વીનર ટીનું બારીએ જીતની ખુશી વ્યક્ત કરી ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખની હાર
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ રામસબદસિંહની હાર થતા મોટો અપસેટ પણ સર્જાયો છે. વૉર્ડ નંબર 3માં કોંગ્રેસના 3 અને વૉર્ડ નંબર 7માં 4 ઉમેદવારો મળી કોંગ્રેસના કુલ 6 ઉમેદવારો વિજેતા બનતા ભાજપની તમામ વૉર્ડ જીતવાની મહેચ્છા અધૂરી રહી ગઈ છે અને 21 બેઠકો જીતી સંતોષ માનવો પડ્યો છે.
ગત વર્ષની સરખામણીએ પણ ભાજપના ઉમેદવારોને આ વર્ષે વધુ મત મળ્યા