ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી તાલુકા પંચાયતની 5 અને જિલ્લા પંચાયત 1 બેઠક પર ભાજપની બિનહરીફ જીત - upcoming elections in gujarat

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાઇ તે પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વલસાડમાં 5 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની બેઠકો કબજે કરી લીધી છે.

વલસાડમાં ચૂંટણી પહેલા વાપી તાલુકા પંચાયતની 5 અને જિલ્લા પંચાયત 1 બેઠક પર ભાજપની જીત
વલસાડમાં ચૂંટણી પહેલા વાપી તાલુકા પંચાયતની 5 અને જિલ્લા પંચાયત 1 બેઠક પર ભાજપની જીત

By

Published : Feb 17, 2021, 4:58 PM IST

  • આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ તાલુકા અમે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે
  • વલસાડ જિલ્લાના વાપી તાલુકા પંચાયતની 20 બેઠક પૈકી પાંચ બેઠક બિનહરીફ થતા ભાજપનો કબજો
  • જિલ્લા પંચાયતની છરવાડા બેઠક ઉપર ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપનો ઉમેદવાર બિનહરીફ

વલસાડ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે વાપી તાલુકાની 20 તાલુકા પંચાયતની બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપ 5 બેઠકો પર બિન હરીફ વિજેતા બની છે. આમ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વાપી બેઠક ઉપર પાંચ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપે ચૂંટણી પહેલાં જ પોતાનો કબજો જમાવી દીધો છે.

કઈ બેઠક પરથી કોણે ફોર્મ પરત ખેંચ્યુ અને કોણ વિજેતા બન્યું?

28 ફેબ્રુઆરીનાં રોજ સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની ફોર્મ ભરત ખેંચવાના અંતિમ દિવસે વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકો પૈકી તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આશિષ ગોહિલ બિનહરીફ થયા હતા. વલસાડ તાલુકા પંચાયતની એક બેઠક ચૂંટણી પહેલાં ભાજપે કબજે કરી છે. જ્યારે વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી પાંચ બેઠકો રાતા તાલુકા પંચાયત પર હેમાબેન જયેન્દ્રભાઈએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ગીતાબેન વિજયભાઈ બિન હરીફ બન્યા હતા, જ્યારે લવાછા ગામે જયાબેન દિનેશભાઇ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના વાસંતીબેન પટેલ બિનહરીફ વિજેતા બન્યા હતા. બલીઠા તાલુકા પંચાયતની એક બેઠક ઉપર આશિષ હીરુભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચી લેતા રજનીકાંત નારાયણ પટેલ બિનહરીફ થયા હતા. જ્યારે તાલુકા પંચાયતની બલીઠા બે બેઠક ઉપર કલ્પનાબેન અર્જુનભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા સરસ્વતીબેન વિમલભાઈ પટેલ બિનહરીફ વિજેતા બન્યા હતા. તાલુકા પંચાયતની છીરી બેઠક ઉપર નિલેશભાઈ ધનસુખભાઈ હળપતિ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા જગદીશભાઈ મોહનભાઈ હળપતિ ચૂંટણી પૂર્વે બિન હરીફ બનતા વિજય રહ્યા હતા.

વલસાડમાં મતદાન પહેલા વાપી તાલુકા પંચાયતની 5 અને જિલ્લા પંચાયત 1 બેઠક પર ભાજપની જીત
કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય મનાવ્યોસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થાય તે અગાઉ જ ભાજપે 6 સીટો પર બાજી મારી લેતા વિજય ઉત્સવ માનવવા અને બિનહરીફ જીતેલા ઉમેદવારોને શુભેચ્છા આપવા માટે લોકોની ભીડ જામી હતી. આ સાથે ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને વિજય મનાવવામાં આવ્યો હતો. આ સાથે વિજેતા ઉમેદવારોએ આગામી દિવસોમાં વિકાસના કાર્યોને વેગ આપવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details