- ગુજરાતમાં દારૂ એ દુષણ છે: ઇસુદાન
- દારૂ-ડ્રગ્સમાં ભાજપના નેતાઓની સંડોવણી
- મતદાન પહેલા ભાજપ દારૂ અને રૂપિયાની વહેંચણી કરે છે
વાપી: વાપીમાં ચૂંટણી સમયે મતદારોને ભાજપ દારૂ અને રૂપિયા આપે તો લઈ લેજો પરંતુ મત આપ પાર્ટીને આપજો તેવું આપ (Aap) નેતા ઇસુદાન ગઢવીએ વાપીમાં યોજેલ પત્રકાર પરિષદ (Isudan gadhvi press conference)માં જણાવ્યું હતું. ઇસુદાન ગઢવીએ ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી આપ પાર્ટીથી ભાજપ કોંગ્રેસ ડરી ગઈ છે, એટલે અમારા ઉમેદવારો ઉપર હુમલા કરાવી રહ્યા છે અમારું લક્ષ્ય 182 વિધાનસભા જીતવાનું છે લોકોની સરકાર લાવવાનું છે.
વાપીમાં આગામી ૨૮મી નવેમ્બરે નગરપાલિકાનું મતદાન
વલસાડ જિલ્લાના વાપીમાં આગામી ૨૮મી નવેમ્બરે નગરપાલિકાનું મતદાન (Vapi municipality election) છે. આ મતદાનમાં પહેલી વખત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ઈસુદાન ગઢવીએ વોર્ડ નંબર 9માં ચૂંટણી પ્રચાર કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જે દરમિયાન તેમણે ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, વાપીમાં ભાજપને ભારે મતોથી વિજય અપાવ્યા બાદ પણ ગંદકી અને વિકાસના નામે દીકરો જન્મ્યો ના હોય તેવી સ્થિતિ છે.
કાર્યકર પર હુમલો કરનાર ભાજપ પ્રેરિત ગુંડા
સ્થાનિક મતદારોએ તેમની સામે રજૂઆત કરી હતી કે, ભાજપના ઉમેદવારો મતદાનના આગલા દિવસે દારૂ, ચવાણું અને રૂપિયા વહેંચવાની વાત કરે છે. મેં કહ્યું છે કે, ભાજપવાળા દારૂ, ચવાણું, રૂપિયા આપે તો લઈ લેજો પરંતુ મત ઝાડૂને આપજો. પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ આક્ષેપો કર્યા હતા કે ભાજપ આપ પાર્ટીથી ડરી ગઈ છે. એટલે અમારા કાર્યકરો પર તે હુમલા કરાવે છે. વિસાવદરમાં અને ગાંધીનગરમાં પણ ભાજપ પ્રેરિત ગુંડાઓએ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખુદ તેમના ઉપર હુમલા કર્યા હતા.
ચૂંટણી હાર્યા બાદ પણ મત આપનાર મતદારોનો આભાર માન્યો