વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ પર મંગળવારે વલસાડ નાગરિક સમિતિ દ્વારા નાગરિકતા સંશોધન એેક્ટના સમર્થનમાં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે, રજૂ થયેલા નાગરિકતા સંશોધન એક્ટથી ભારતના તમામ લોકોને ફાયદો થશે, પરંતુ કેટલાક લોકો આ કાયદા વિશે અપુરતા જાણકાર હોવાથી તેનો વિરોધ કરી રહ્યા છે.
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં જાહેર સભાનું આયોજાન સાંસદ ડૉ. કે. સી. પટેલે કહ્યું કે, વડા પ્રધાન મોદી દ્વારા દુર દ્રષ્ટિ વાપરીને અનેક કર્યો કર્યા છે. આ કાયદો એમનું એક છે. જેનાથી દરેક ભારતીયોને લાભ થશે.
GIDCના ચેરમેન બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય દેશોમાં વિવિધ ધર્મોના લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે ચિંતાજનક છે. સમય જતાં આપણે ત્યાં પણ આવી ઘટના બની શકે છે, પરંતુ આ તમામ પાસાઓને ધ્યાને રાખી લાગુ કરવામાં આવેલ નાગરિક સંશોધન કાયદો ભારતીય લોકો માટે ખૂબ ફાયદાકારક નીવડશે. લોકો આ કાયદા વિશે હજુ માહિતગાર નથી. તેથી તેઓ વિરોધ કરી રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય કનું દેસાઈએ જણાવ્યું કે, લોકો સમગ્ર બિલ બાબતે અજ્ઞાન હોવાથી તેનો વિરોધ કરી રહ્યા છે. જે લોકો આ કાયદાથી માહિતગાર છે તેઓ આ કાયદાનો વિરોધ કરતા નથી.
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં જાહેર સભાનું આયોજાન કાર્યક્રમ દરમિયાન વલસાડના ધારાસભ્ય ભરત ભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત અનેક ભાજપનાં અગ્રણીઓએ હાજરી આપી હતી. જ્યારે વલસાડ, પારડી સહિત અનેક તાલુકામાંથી આવેલા ભાજપના કાર્યકરો અને સંઘના સેવકો સહિતના બહોળી સંખ્યામાં લોકોએ આ સભામાં ભાગ લીધો હતો.
બહોળી સંખ્યામાં લોકોએ આ સભામાં ભાગ લીધો