ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપી: સરબંસદાનીનો શીખ સમાજે મનાવ્યો જન્મદિવસ - Guru Govind Singh

વાપી: ચાણોદ ખાતે આવેલ ગુરુદ્વારા ગુરુ નાનક દરબાર ખાતે શીખ સમાજના દસમા ગુરુ સરબંસદાની ગુરુ ગોવિંદસિંહજીના 353માં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરુ ગોવિંદસિંહે ધર્મની રક્ષા માટે પોતાના માતા-પિતા-બાળકોને કુરબાન કરી દીધા હતા, એટલે તેમને સરબંસદાની કહેવામાં આવે છે.

vapi
સરબંસદાનીનો શીખ સમાજે મનાવ્યો જન્મદિવસ

By

Published : Jan 2, 2020, 10:52 PM IST

શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહનો જન્મ સન 1666માં પટના (પટના)માં થયો હતો. તેમણે ધર્મની રક્ષા માટે પોતાના સરબંસ (માતા-પિતા-બાળકો)ને કુરબાન કરી દીધા હતા. એ માટે તેમને સરબંસદાની કહેવામાં આવે છે. ગુરુ ગોવિંદસિંહજીએ શીખ ધર્મમાં અમૃત પાનની મર્યાદા સમજાવી અને શીખોને સંત સિપાહીની ઉપાધિથી નવાજ્યા હતા.

સરબંસદાનીનો શીખ સમાજે મનાવ્યો જન્મદિવસ

ગુરુવારે તેમના જન્મ દિવસના કાર્યક્રમ નિમિત્તે પટિયાલાથી આવેલા રાગી જથ્થાભાઈ, કુલવંત સિંહએ ગુરુવાણી સંભળાવી હતી. કાર્યક્રમમાં વાપી દમણ સેલવાસ અને અન્ય સ્થળોએથી પણ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ગુરુવાણી સાંભળી હતી. તે સાથે ભજન કીર્તન અને લંગરમાં ભાગ લીધો હતો.

સરબંસદાનીનો શીખ સમાજે મનાવ્યો જન્મદિવસ

ચાણોદ ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ગુરુદ્વારમાં નાનકસાહેબ સામે પોતાના શીશ ઝુકાવ્યા હતાં. તો, આ સાથે ગાયનેક ડોકટરોને બોલાવી મહિલાઓને પડતી વિવિધ બીમારીઓ અંગે ફ્રી નિદાન અને ચેકઅપ કેમ્પનું પણ આયોજન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details