- RPF ગ્રાઉન્ડ ધરમપુર રોડ પર બની અકસ્માતની ઘટના
- ST પાછળ બઈક સવાર દંપતી અથડાતાં બન્નેના મોત
- અકસ્માત બાદ ST ડ્રાઈવર પોલીસ મથકમાં હાજર થઈ ગયો
વલસાડ: વલસાડથી કપરાડા તરફ જઈ રહેલી ST બસના ચાલકે બસને રોડની સાઈડમાં દબાવતા પાછળ બાઈક પર આવી રહેલા બાઈક સવાર દંપતી બસના પાછળના વ્હીલમાં આવી જતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતાં. જ્યારે STનો કર્મચારી પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો. બાઈક સવાર દંપતી કામ અર્થે વલસાડ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડથી કપરાડા જઈ રહેલી એસ ટી બસ નંબર જી જે 19 ઝેડ 2610 વલસાડથી નીકળી ધરમપુર રોડ ઉપર પસાર થઇ રહી હતી ત્યારે આર પી એફ ગ્રાઉન્ડ નજીકમાં રોડની સાઈડ કાપી બસ બાજુમાં ઉતારવા જતા બસની પાછળ આવી રહેલા બાઈક નંબર જી જે 15 એ એફ 6406 ઉપર સવાર ટંડેલ દંપતી એસ ટી બસના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળે બન્નેના મોત થયા હતા.
માર્ગમાં આવતા વાહન ચાલકોએ 108ને જાણ કરી