ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના જવાનોના પરિવાર માટે ફંડ એકત્ર કરવા નીકળેલી બાઇક રેલી વલસાડ પહોંચી - સમગ્ર દેશની સુરક્ષા

વલસાડઃ સમગ્ર દેશની સુરક્ષા જેના હાથમાં છે એ વાત દેશની સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી સૈનિકો અને તેમના પરિવાર માટે ફંડ એકત્ર કરવા માટે 17 જેટલા બાઈકર્સ સમગ્ર ભારત ભ્રમણ કરવા માટે નીકળ્યા છે જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. પુનાથી મંગળવારે વહેલી સવારે નીકળેલી આ બાઈક રેલી વલસાડ ખાતે આવી પહોંચતા રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Bike rally
વીર જવાનો ના પરિવાર માટે બાઇક રેલી

By

Published : Dec 11, 2019, 4:20 AM IST

રોટરી ક્લબ ઓફ પુના એસએસ દ્વારા 17 જેટલા બાઇકર્સ તેમની બાઇક લઇને સમગ્ર ભારત પરિભ્રમણ કરવા માટે નીકળ્યા હતા. સમગ્ર ભારતના 80 જેટલા નાના-મોટા શહેરમાં ફરી તેઓ મેક ઇન ઇન્ડિયા અને દેશના જવાનોના પરિવાર માટે ફંડ એકત્ર કરવાના હેતુથી આ બાઈક રેલીનું તેમણે આયોજન કર્યું છે. બાઈક ચાલક ડોક્ટર સુદર્શને જણાવ્યું કે, સમગ્ર ભારતના ગોલ્ડન કોડ્રિનેટર રૂટ ઉપર તેઓ 80 શહેરોમાં ફરશે અને 6,180 જેટલા કિલોમીટર ફરી 26મી જાન્યુઆરીના રોજ તેઓ ફરી પૂના ખાતે પહોંચશે. જોકે આ બાઇક રેલીમાં તેઓ દરેક શહેરમાંથી ભારત દેશના જવાનો માટે ફન્ડ રાઇઝિંગ કરશે જે તેઓનો મુખ્ય હેતુ છે રાઈડ ફોર ભારત કે વીર. આ રેલીમાં માત્ર પૂનાના જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાક બાઈક ચાલકો જોડાયાં છે જેમાં દિનેશ ઠાકોર કચ્છથી, મનીષ પંડ્યા ભાવનગરથી, ગૌરવ રાઠોડ ભાવનગરથી તો સાથે સાથે બે મહિલા રાઈડર્સ પણ આ બાઇક રેલીમાં ઉત્સાહભેર જોડાઈ છે.

વીર જવાનો ના પરિવાર માટે બાઇક રેલી

પુનાથી વલસાડ ખાતે આવી પહોંચેલી આ બાઈકર્સની રેલી વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને અંતે રોટરી ક્લબ ઓફ વલસાડના હોલ ખાતે આ તમામને રોટલી પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનો ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. વલસાડમાં આવેલી બાઈકર્સ રેલીએ રોટરી ક્લબના સભ્યોને કેટલાક QR CODE પણ આપ્યા હતા જેના થકી દેશના જવાનો માટે ઓછામાં ઓછા 90 રૂપિયાથી લઈને વધુમાં વધુ ફંડ ઓનલાઈન દેશના જવાનો માટે આપી શકાશે.

ABOUT THE AUTHOR

...view details