ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલાડ પોલીસે કતલખાને લઈ જવાતા બકરા ભરેલો ટ્રક ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી - વલસાડ ન્યૂઝ

વાલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાજસ્થાનથી મહારાષ્ટ્રના દેવનાર મંડીમાં કતલ માટે લઈ જવાતા 244 બકરા ભરેલા ટ્રકને ભિલાડ પોલીસે પકડી પાડી બકરા લઈને નીકળેલા 4 ઇસમોની સામે 194ની પરમીટ સામે 244 બકરા ભરવા સહિતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભિલાડ
v

By

Published : Jul 17, 2020, 10:01 PM IST

ભિલાડ : વાલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાજસ્થાનથી મહારાષ્ટ્રના દેવનાર મંડીમાં કતલ માટે લઈ જવાતા 244 બકરા ભરેલા ટ્રકને ભિલાડ પોલીસે પકડી પાડી બકરા લઈને નીકળેલા 4 ઇસમોની સામે 194ની પરમીટ સામે 244 બકરા ભરવા સહિતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભિલાડ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી મહારાષ્ટ્રના દેવનાર કતલખાને કતલ માટે બકરાઓ ભરેલો ટ્રક નીકળો છે. ભિલાડ પોલીસે બાતમી આધારે નેશનલ હાઇવે નંબર 48 પર ગુજરાત મહારાષ્ટ્રની હદ પર તલવાડા નજીક વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન બાતમી વાળા નંબરની ટ્રક આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા ટ્રકના ફાલકામાં બકરાઓ ભરેલા હતાં. જે અંગે પોલીસે પરમીટ માંગતા ટ્રક ચાલકે પરમીટ આપી હતી. જેમાં 194 બકરાઓને મહારાષ્ટ્રની દેવનાર મંડીમાં લઇ જવાની પરમિશન હતી. જો કે પોલીસે બકરાઓની ગણતરી કરતા 244 બકરા નીકળ્યા હતા. વધુ 50 બકરા ભર્યા હોય, પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ટ્રકમાં સવાર ચારેય ઇસમોની તેમજ 1000 રૂપિયા લેખે 244 બકરાનાં 2.44 લાખ, 5 લાખના ટ્રકની કિંમત ગણી કુલ 7.44 લાખના મુદ્દમાલ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બકરાઓને કતલખાને લઈ જનાર ઇસમોમાં ટ્રક ચાલક ગુલામ ઈબ્રાહીમ રહેવાસી (સાબરકાંઠા), ક્લીનર આરીફ બાંદી, રફીક ખાન અને માલ ભરાવનાર ઘનશ્યામ શંભુ દયાળ રેહેવાસી ગુંડા ચંદરજી, રાજસ્થાનનો સમાવેશ થાય છે. પોલીસે તમામ બકરાઓને ટ્રક માંથી મુક્ત કરી જીવદયા પાંજરાપોળ ખાતે મોકલ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details