ગુજરાત

gujarat

ETV Bharat / state

ભીલાડ પોલીસે વતન જવા નીકળેલા 6 કામદારોને ઉશ્કેરનારા કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધ્યો - કોરોનાવાઈરસ

ઉમરગામ તાલુકામાં રોજગાર અર્થે અન્ય રાજ્યમાંથી આવેલા કામદારોને વતન જવા માટે ઉશ્કેરી સરકારના જાહેરનામાનો ભંગ કરાવવા બદલ ભિલાડ પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Bhilad police station
Bhilad police station

By

Published : Mar 31, 2020, 4:55 PM IST

વલસાડઃ ઉમરગામ તાલુકામાં રોજગાર અર્થે અન્ય રાજ્યમાંથી આવેલા કામદારોને વતન જવા માટે ઉશ્કેરી સરકારના જાહેરનામાના ભંગ બદલ મોહનગામ સાહિલ ફળિયાના કોન્ટ્રાક્ટર સહિત વતન જવા નીકળેલાં કામદારોની અટક કરી ભીલાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોહનગામ ફળિયામાં રહેતા અને પેવર બ્લોકનું કામ કરતા લેબર કોન્ટ્રાક્ટર મિલન આહીર પાસે મધ્યપ્રદેશના છ જેટલા કામદારો કામ કરતા હતા. જેઓને હાલના લોકડાઉન દરમિયાન વતન જવા માટે જણાવી રવાના કર્યા હતાં. આ સાથે જ તેમણે મજૂરોને કોઈ રોકે તો તેમનો મોબાઈલ નંબર આપવાનું જણાવ્યું હતું.

આ રીતે વતન પરત ફરી રેહલા મજૂરોને નેશનલ હાઇવે નંબર 48 પર મોહનગામ ફાટક પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પૂછપરછ કરતા ઉપરોક્ત ઘટના સામે આવી હતી. પોલીસે લેબર કોન્ટ્રાકટર તથા કામદારો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details