વાપી : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસની ટીમે બાતમીવાળી ઇકો કારને અટકાવી કારમાં ચેક કરતા કારમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ઇકો કારમાંથી અલગ અલગ થેલીઓમાં ગૌમાંસના જથ્થા સાથે 1 પુરુષ અને એક મહિલાની અટકાયત કરી હતી. ભિલાડ પોલીસે FSLની ટીમની મદદ લઈને ગૌમાંસ છે કે કેમ તેની ચકાસણી કરતા તેને પુષ્ટિ મળી છે કે આ 100 કિલો જેટલું માંસ ગૌમાંસ છે.
આ પણ વાંચો :Vapi News : વાપીના સરીગામમાં બસ ચાલકને માર મારનાર 4 આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ
ઇકો કારમાંથી મળ્યું ગૌમાંસ :વલસાડ જિલ્લાના ઉમરગામ અગ્નિવીર ગૌરક્ષકની ટીમને મળેલી બાતમીના આધારે ગૌરક્ષકોએ ભિલાડ પોલીસને ગૌમાંસની તસ્કરી થતી હોવાની બાતમી આપી હતી. જે અંગે DYSP બી.એન. દવેએ જણાવ્યું હતું કે, આ બાતમી આધારે ભિલાડ પોલીસની ટીમેં વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન એક ઇકો કાર નં. GJ-15-CM-6658ને અટકાવી ચેક કરતા કારમાં મુકેલા થેલામાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. તિ પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.