ભિલાડઃ વલસાડ જિલ્લાના બોરીગામ ખાતે ફાર્મહાઉસ પાસે દારૂની મહેફિલ માણતા સંઘ પ્રદેશ નરોલીના ચાર યુવાનોને ભીલાડ પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ચારેય ઈસમો પાસેથી દારૂ અને વાહનો મળી કુલ 22.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભિલાડ પોલીસે દારૂની મહેફિલ માણતા 4 લોકોની કરી ધરપકડ, 22.25 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત - latest news of bhilad
ભિલાડ પોલીસે બોરીગામ ખાતે ફાર્મહાઉસ પાસે દારૂની મહેફિલ માણતા ચાર યુવાનોને ઝડપી આશરે 22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગે ભિલાડ પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ બોરીગામ વિશ્રામ ફળિયા ખાતે ચેતનભાઈ પ્રભાતસિંહ રાઠોડના ફાર્મહાઉસ પાસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી ભીલાડ પોલીસને મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રે દરોડા પાડી કોર્ડન કરી ચારેય યુવાનોને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન 800 રૂપિયાની 7 બિયરની બોટલ અને વ્હીસ્કી દારૂ મળી આવ્યો હતો. જ્યારે ઘટના સ્થળેથી ત્રણ કાર અને એક્ટિવા મોપેડ મળી આવ્યાં હતાં. ત્રણ કાર અને બાઇકની કુલ કિંમત 22,25,000 તથા 800 નો દારૂ મળી કુલ 22,25,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.