ભાવનગરઃશહેરના ઉમરાળાથી પોઝિટિવ પ્રકાશ અભિયાન અંતર્ગત "એક યાત્રા સ્વીકાર ઔર સન્માન કી ઔર" સ્લોગન સાથે એક યુવક સાયકલ યાત્રા પર નીકળ્યો હતો. 10 ડિસેમ્બરે પ્રકાશ ડાભી નામનો યુવક ઉમરાળાથી ગાંધી આશ્રમ થઈ દાંડીયાત્રા થઈ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાયકલ યાત્રા સાથે લોક સંવાદ કરવા નીકળ્યો છે, જે હવે વલસાડના ધરમપુર આવી પહોંચ્યો હતો. અહીં તેણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ પહેલા તે 30થી 40 કિલોમીટરનો પ્રવાસ કાપીને સૌપ્રથમ ગાંધી આશ્રમ પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃVadodara Cycle Track : ખતરોં કે ખિલાડીનો અનુભવ કરાવતો દોઢ કરોડનો સાયકલ ટ્રેક, અમી રાવતનો મોટો આક્ષેપ
ગાંધીજીના વિચારોને વિસરાતા જાય છેઃ1,500 કિમીની સાયકલ યાત્રા કરી ધરમપુર ખાતે આવી પહોંચેલા ધારાશાસ્ત્રી અને મોટીવેશનલ સ્પીકર પ્રકાશ ડાભીએ જણાવ્યું હતું કે, આજનો યુવાન મહાત્મા ગાંધીજીના વિચારો અને મૂલ્યોને ન સમજી કેટલાક પિક્ચરોને ડોક્યુમેન્ટરીઓ એવી બનાવવામાં આવી રહી છે કે, તેમના વિચારોને કઠેડામાં ઊભા કરાઈ રહ્યા છે. આના કારણે આજના યુવાનો મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને વિચારોને વિસરી રહ્યો છે. જાતિ, જ્ઞાતિને જાણ્યા વિના અનેકના ટેકા લઈને ફરતો થઈ રહ્યો છે અને દશાદિશા ભટકી રહ્યો છે. ત્યારે આ દશા દિશા બતાવવા અને ગાંધીજીના વિચારની જાગૃતતા માટે તેમણે સાયકલ યાત્રાનો સંકલ્પ લીધો હતો.
યુવકે અત્યાર સુધીમાં 13,000 જેટલા યુવાનો સાથે સીધો સંવાદ કર્યોઃભાવનગરથી પોતાની સાયકલ લઈને ગાંધીજીના વિચારો સાથે નીકળેલા પ્રકાશ ડાભીએ તેમના માર્ગમાં આવતા શાળા કૉલેજો, એનજીઓ અને ગાંધી વિચારકો સાથે મળીને પોતાની વિચારધારાઓ રજૂ કરી હતી. સાથે જ તેઓ પોતે મોટિવેશનલ સ્પીકર હોવાને લઈને અનેક શાળા કૉલેજોમાં પોતાના મોટિવેશનલ વિચારો પણ રજૂ કર્યા હતા. અત્યાર સુધીમાં 80થી વધુ શાળા કૉલેજોમાં તેઓ પોતાના લેક્ચર આપી ચૂક્યા છે. સાથે જ 13,000થી વધુ યુવાનો સાથે તેઓ સીધો સંવાદ કરી ચૂક્યા છે અને તેઓને લાગી રહ્યું છે કે, આજના સમયમાં યુવાનમાં દશા દિશા ભટકી રહ્યો છે.
જમાનો ઓનલાઈન થઈ ગયો અને માણસ ઑફલાઈન થઈ ગયોઃતેમણે જણાવ્યું હતું કે, આજના સોશિયલ મીડિયાના જમાનામાં યુથનો કોઈ વાંકાને દોષ નથી, પરંતુ સાચી દિશા અને દર્શન તેમને મળી નથી રહ્યા અને તેમની સાથે કોઈ સંવાદ કરવાવાળા ઓછા હોવાના કારણે તેઓ માત્ર રોજગારલક્ષી શિક્ષણ મેળવી રહ્યા છે, જેના કારણે મૂલ્યો મળતા જાય છે અને યુવાન માત્ર રોજગારલક્ષી શિક્ષણ મેળવવામાં વ્યસ્ત રહે છે. કેટલાક યુવાનો તેમને સવાલ પણ કરે છે કે, એડવોકેટ જેવી સરસ મજાની જોબ છોડી તમે સાયકલ યાત્રા કેમ કરવા નીકળ્યા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં એવું કામ કરવું જોઈએ કે, લોકો યાદ કરે અને વિધાઉટ સ્લીપિંગ પીલ્સ ઊંઘ આવી જાય. તેમણે કહ્યું હતું કે, યુદ્ધ માનવતા તરફ પ્રયાણ કરે અને અંદરનો માણસને જીવતો રાખે તે માટે તેઓ દરેક સ્થળ ઉપર પોતાના મોટીવેશનલ સેમિનારમાં યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે