વલસાડ : ધરમપુર ચોકડી નજીકમાં આવેલા ધોડિયા સમાજના હોલમાં આજથી ભારત નિર્માણ પ્રદર્શનીનો પ્રારંભ થયો છે. છેલ્લા 1947થી લઇ 2020 સુધીમાં ભારતના નિર્માણમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કેવું યોગદાન આપવામાં આવ્યું છે તે અંગે તમામ વિગતો વિવિધ માહિતી સાથે આ પ્રદર્શનીમાં મુકવામાં આવી છે.
વલસાડમાં બે દિવસીય ભારત નિર્માણ પ્રદર્શનનો પ્રારંભ - કોંગ્રેસ પ્રવક્તા
જિલ્લાના ધરમપુર ચોકડી નજીકમાં આવેલા ધોડિયા સમાજના હોલમાં આજ થી બે દિવસ એટલે કે 5 અને 6 ફેબ્રુઆરી તેમ દિવસ માટે ભારત નિર્માણ પ્રદર્શનીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશી ખાસ ઉપસ્થિત રહી અને પ્રદર્શની અંગે જાણકારી પણ આપી હતી.
વલસાડમાં બે દિવસીય ભારત નિર્માણ પ્રદર્શનનો પ્રારંભ
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે ભાજપ સરકાર છેલ્લા કેટલાક સમયથી અનેક એવા કામો છે જે પોતાના નામે ચડાવી રહી છે અને આમ જનતાને ગેર માર્ગે દોરી રહી છે, ત્યારે આજની યુવા પેઢી કોંગ્રેસે અત્યાર સુધીમાં ભારતના નિર્માણમાં કેવા યોગદાન આપ્યા છે તે અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી ભારત નિર્માણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જે બે દિવસ અગાઉ નવસારી હાલ બે દિવસ વલસાડ અને હવે પછી તે સુરત લઇ જવામાં આવશે.