ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં NRC અને CAAના વિરોધમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ - against CAA and NRC

NRC અને CAAના વિરોધ બાબતે બુધવારે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વલસાડ શહેરમાં અનેક મુસ્લીમ બિરાદરોએ તેમની દુકાનો અને ધંધા, રોજગાર બુધવારે સ્વેચ્છાએ બંધ રાખ્યા હતા. કેટલીક દુકાનો ખુલ્લી પણ રહી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે પોલીસે સતત પેટ્રોલિંગ કર્યું હતું.

bharat bandh against caa and nrc mixed response in valsad
NRC અને CAAના વિરોધમાં 'ભારત બંધ'ને મિશ્ર પ્રતિસાદ

By

Published : Jan 29, 2020, 9:00 PM IST

વલસાડઃ કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ લાગુ કરવામાં આવેલા CAAને પગલે દેશમાં કેટલીક જગ્યાએ સમર્થન તો કેટલીક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. આ CAAનો વિરોધ બાબતે બુધવારે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું હતું.

NRC અને CAAના વિરોધમાં 'ભારત બંધ'ને મિશ્ર પ્રતિસાદ

ભારત બંધને અનુલક્ષીને વલસાડ શહેરમાં મુસ્લીમ બિરાદરો દ્વારા સંચાલિત મોટાભાગની દુકાનો બંધ રહી હતી. તેઓએ સ્વેચ્છાએ બંધ પાણી CAAનો વિરોધ કરવા તેમણે પોતાના ધંધા-રોજગાર એક દિવસ પૂરતા બંધ રાખ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, આ સમગ્ર બાબતે કોઈ શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ચાંપતી નજર રાખી સતત પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી.

NRC અને CAAના વિરોધમાં 'ભારત બંધ'ને મિશ્ર પ્રતિસાદ
NRC અને CAAના વિરોધમાં 'ભારત બંધ'ને મિશ્ર પ્રતિસાદ

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં CAA લાગુ થતાની સાથે જ હિન્દુ સંગઠનો અને કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા તેને આવકાર આપી સમર્થન આપવામાં આવી રહ્યું છે. તો કેટલાક મુસ્લીમ સંગઠનો દ્વારા કેટલાક રાજ્યોમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. બુધવારે વલસાડમાં ધરમપુર, નાનાપોન્ડા અને પારડી જેવા અનેક વિસ્તારમાં મુસ્લીમ બિરાદરોએ પોતાની દુકાનો બંધ રાખી ભારત બંધમાં જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details