પારડી તાલુકાના ઉમરસાડી ગામે રહેતા મોટાભાગના લોકો માછીમારી કરી રોજગાર મેળવે છે. 1999માં આવેલા વાવાઝોડાનાં કારણે કંડલા અને વેરાવળ બંદરેથી માછીમારો લાપતા થયા હતા. તે સમયે વાવાઝોડાના કારણે અંદાજિત 1774 લોકો લાપત્તા થયા હતા. જેમાં પારડીના ઉમરસાડીના ગામના પણ 100 માછીમારો લાપત્તા થયા હતા. એ તમામ માછીમારોની પત્નીઓ વિધવા થઈ હતી. પરંતુ તેમને મરણના દાખલા નહીં મળતા સરકારી લાભો મેળવવા તેમને ઘણી હાલાકી ભોગવવી પડતી હતી.
20 વર્ષ પછી મળ્યો વિધવા સહાય યોજનાનો લાભ, 1999માં વાવાઝોડામાં 64 માછીમારો લાપતા થયા હતાં
વલસાડઃ ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપધ્યાયના જન્મ દિવસની ઉજવણીની ભાગરૂપે સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી. વલસાડ જિલ્લા પ્રમુખ દ્વારા પારડી તાલુકાના ઉમરસાડી ગામની 64 મહિલાઓને બુધવારે વિધવા પેન્સનના ઓર્ડર અપાયા હતાં. ઓર્ડર મેળવાનાર તમામ વિધવા મહિલાઓના પતિ માછીમારી કરતા હતાં. તેઓ કચ્છ અને પોરબંદર દરિયા કિનારે વર્ષ 1999માં ત્રાટકેલા વાવાઝોડામાં લાપતા થયા હતાં. 1999 પછીના 10 વર્ષ તેમના પતિઓના મરણના દાખલા મેળવવામાં ગયા. બાકીના 10 વર્ષ સરકારી યોજનાનો લાભ મેળવવામાં ગયા. 20 વર્ષ પછી તેમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
માછીમહાજન પંચ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની મહેનત બાદ આ કિસ્સો કોર્ટમાં પોહચ્યો હતો. કોર્ટે આ વિવાદના નિર્ણય લેવાની સત્તા પ્રાંત કચેરી ઉપર છોડી હતી. આખરે પ્રાંત અધિકારી દ્વારા 64 જેટલી બહેનોને તેમના પતિના મરણના પ્રમાણપત્રો અપાયા હતા. આ પ્રમાણપત્ર મળ્યા પછી તેમને વિધવા પેન્સન યોજનાના ઓર્ડર મળ્યા હતા. પૂર્વ કેબિનેટ પ્રધાન આત્મારામ પરમારના હસ્તે ઉમરસાડી લક્ષ્મીનારાયણ મંદિરના હોલમાં યજાયેલા કાર્યક્રમમાં 64 મહિલાઓને ઓર્ડર વિતરણ કરાયા હતા. આ તમામ મહિલાઓને તેમના બેન્ક એકાઉન્ટમાં 1250 રુપિયાની સહાય દર મહિને મળશે.