દર વખતે તંત્ર POP ની મૂર્તિ નહીં બનાવવા અને નદી કે દરિયામાં આ મૂર્તિ પધરાવવા ખાસ પરિપત્ર બહાર પાડે છે. જેનો અમલ મોટાભાગે થતો જ નથી અને મૂર્તિ બની ગાયા બાદ તંત્ર આ ફરમાન કરતું હોવાનો રાગ આલાપે છે. ત્યારે આ વખતે તંત્રએ વહેલાસર આ અંગે જાગૃત બની આવા મૂર્તિકારોને નોટિસ પાઠવવી જરૂરી બન્યું હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે.
ગણેશ ચતુર્થીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર પ્રતિબંધ લાદવા પર્યાવરણ પ્રેમીની માંગ - Vapi
વલસાડ: ગણેશ ચતુર્થી આવી રહી છે, ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હજારો મુર્તિઓનું વેંચાણ થાય છે. જેને કારણે દરિયાકિનારે તથા દરિયાઈ જીવોને ભારે માત્રામાં નુકશાન થાય છે અને પ્રદુષણ પણ ફેલાઈ છે. જેના કારણે આ વખતે તંત્રને વહેલા જાણ તેના માટે પર્યાવરણ પ્રેમીઓએ પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ લગાવાની માગ કરી છે.
વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન POPની મહાકાય મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાનું ચલણ વધતું જાય છે. ત્યારે દર વખતે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા સમાન કામગીરી નિભાવે છે. ત્યારે ઉંમરગામ GIDC, વાપી અને તેની આસપાસના કેટલાક વિસ્તારમાં અત્યારથી જ POPની મૂર્તિ બનાવવાનું કામ શરુ કરી દીધું છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે કે તંત્ર આ અંગે અત્યારથી જ કડક વલણ અપનાવે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી હજારો મૂર્તિઓ ખંડિત હાલતમાં નદી અને દરિયાના કાંઠે પ્રદુષણ ફેલાવે છે. કેટલાય જળચર જીવોને કાયમ માટે મોતના મુખમાં ધકેલી દે છે. જો કે કેટલીક જીવદયા સંસ્થાના સભ્યો આવી ખંડિત મૂર્તિને એકઠી કરી માનવતાનું અદભુત કાર્ય પણ કરે છે. ત્યારે પર્યાવરણ બચાવો જીવન બચાવોના નામે કરોડો રૂપિયાનું આંધણ કરતી સરકાર આ અંગે આ વખતે વહેલી જાગે તે જરૂરી છે.