વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને મધ્યમવર્ગના જે પરિવારોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે પૈકી હાલ વલસાડ જિલ્લામાં પણ અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડના કોસંબા ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતા ચોખામાં ખીલી, કચરો અને પથ્થરો નીકળતા એક સ્થાનિક મહિલાએ હોબાળો મચાવ્યો હતો.
આ સમયમાં મધ્યમ વર્ગીય પરિવારોને મુશ્કેલી ન પડે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય કાર્ડ ધારકો અને APL, BPL કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી નિશુલ્ક અનાજનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષી હાલમાં વલસાડ જિલ્લામાં પણ દરેક સસ્તા અનાજની દુકાનોમાં અનાજનું વિતરણ ચાલી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ વિતરણ દરમિયાન એક મહિલાને દુકાનદારે જે ચોખા આપ્યા હતા.
કોસંબા ગામે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજમાંથી ઈયળ નિકળતા હોબાડો તે ચોખામાંથી કચરો પથ્થરો ઈયળ અને ખીલી જેવા પદાર્થો નીકળતા આ મહિલાએ હોબાળો મચાવ્યો હતો. અદિતિ બેન પટેલ નામની મહિલાએ સસ્તા અનાજની દુકાન ધરાવતા વિજયભાઈ સમક્ષ ફરિયાદ કરી હતી કે, તેમના દ્વારા આપવામાં આવી રહેલા ચોખામાંથી પથ્થરો તેમજ ખીલી ના ટુકડાઓ નીકળ્યા છે. ત્યારે આ દુકાનદારે આ મહિલાને વળતો જવાબ આપ્યો કે તમારે લેવો હોય તો લો નહીં તો રવાના થઈ જાઓ જેને પગલે આ મહિલાએ પુરવઠા અધિકારી સુધી મૌખિક રજૂઆત કરી છે.
કોસંબા ગામે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજમાંથી ઈયળ નિકળતા હોબાડો તો સાથે સાથે ટ્વિટર હેન્ડલ પર પણ ખાઈ ન શકાય એવું અનાજ સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવી રહ્યું હોવાની પણ ફરિયાદ કરી છે. મહત્વનું છે કે કોસંબા ગામ ખાતે આપવામાં આવી રહેલા અનાજમાંથી વિતરણ કરવામાં આવેલા ચોખા મહિલાના જણાવ્યાં અનુસાર ચાર વાર ધોવા છતાં પણ તે ખાઈ શકાય તેવા ન હોવાથી જેને લઇને આ મહિલાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
કોસંબા ગામે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજમાંથી ઈયળ નિકળતા હોબાડો