કપરાડાના બાબર ખડક ગામે લગ્નમાં હાજરી આપવા માટે આવેલા વિગ્નેશ અરવિંદ બારીયાને લજીત બશિર શેખે ધમકી આપી હતી. સલમાનના સાળાએ વિગ્નેશને લાકડા અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં લોખંડનો સળિયો વિગ્નેશના હાથની આરપાર થયો હતો. ઘટનામાં લજીત શેખ અને વિગ્નેશ પટેલે પોલીસ ફરિયાદ કરી હતી.
કપરાડામાં બનેવીએ સાળાના મિત્ર પર કર્યો જીવલેણ હુમલો - gujaratinews
વલસાડઃ કપરાડા તાલુકાના બાબરખડક ગામમાં બનેવીએ સાળાના મિત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સાળાની બાઇક લઈને ફરતા મિત્રને બનેવીએ લોખંડના સળિયા વડે હુમલો કરતા લોખંડનો સળિયો હાથની આરપાર થયો હતો. જેને સારવાર માટે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
કપરાડામાં બનેવીએ સાળાના મિત્ર પર કર્યો જીવલેણ હુમલો
યુવક સાથે થયેલ મારામારીને લઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વિગ્નેશ અને લજીત બંને વલસાડ સિવિલમાં પોલીસની નજર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.