- કરમબેલા ગામે જમીનનો કબ્જો લેનાર વિરુદ્ધ જમીન માલિકે નોંધાવી હતી ફરિયાદ
- કરમબેલામાં પોલીસ પર 4 ઈસમોએ હુમલો કર્યો
- જમીન માલિકીના મુદ્દે તપાસ કરવા જતા હુમલો કર્યો
વલસાડઃ જિલ્લાના ભિલાડ પોલીસ મથકની હદમાં આવતા કરમબેલામાં જમીન મુદ્દે અરજદાર દ્વારા પોલીસ મહાનિરીક્ષક સુરતને ફરિયાદ કર્યા બાદ, તે અંગે સ્થળ ચકાસણી કરવા ગયેલા સરકારી કર્મચારીઓ પર જમીનનો કબજો ધરાવનારા ત્રણ ઈસમોએ ગેરવર્તન કરી, સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી, તેમજ અન્યોને માર મારતા ભીલાડ પોલીસ મથકમાં ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
જમીન પર ગેરકાયદેસરનો કબજો કર્યો હોવાની નોંધાઈ હતી ફરિયાદ
આ અંગે મળતી વિગતો મુજબ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે નવો સર્વે ન.171 વાળી જગ્યા અંગે અરજદાર બાબુ ધોડીએ પોલીસ મહાનિરીક્ષક, સુરતને 7મી ડિસેમ્બરના રોજ લેખિત ફરિયાદ કરી જયકાંત શિવશંકર ભટ્ટ, ધર્મેન્દ્ર જયકાંત ભટ્ટ અને વિવેક જયકાંત ભટ્ટે ગેરલાભ લેવા માટે 31/05/84 ના રૂપિયા 10 ના સ્ટેમ્પ પેપર પર 25/06/91 ના રોજ ખોટા કરાર બનાવી અરજદારના ભાઈ જગન ધોડીની ખોટી સહી કરી જમીન પર ગેરકાયદેસરનો કબજો કર્યો હોવાની ફરિયાદ કરી હતી.