અટકપારડી મહિલા સ્વસહાય જૂથ દેશસેવા સાથે માસ્ક બનાવી મેળવી રહ્યું છે આવક - women's self-help group
lock downને લઇ ધંધારોજગાર ઠપ થયાં છે આવા સમયમાં વલસાડની નજીક આવેલા અટકપારડી ગામના સર્જનશીલતા સ્વસહાય જૂથ દ્વારા 50 હજારથી વધુ માસ્ક બનાવી વલસાડ જિલ્લા સહિત ગાંધીનગર સુધી મોકલવામાં આવ્યાં છે.તેના બદલામાં વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. દેશસેવાની સાથેસાથે આવક પણ મળી રહી છે.
વલસાડઃ વલસાડ નજીક આવેલા અટક પારડી ગામે 12 જેટલી મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલું સર્જનશીલતા સ્વસહાય જૂથ lock downના સમયમાં દેશસેવા અને વહીવટીતંત્રને મદદરૂપ થતાં માસ્ક બનાવી રહ્યું છે. આ તમામ મહિલાઓ પાસે તેમના ઘરમાં સિલાઈ મશીન હોવાથી મહિલાઓ દરરોજના ૨૦૦થી વધુ જેટલા માસ બનાવે છે. અત્યાર સુધીમાં આ સ્વસહાય જૂથની મહિલાઓએ ૫૦ હજારથી વધુ માસ્ક બનાવીને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં કપરાડા નાનાપોન્ડા કલવાડા દાંતી મોકલ્યાં છે તો ૩૦,૦૦૦ જેટલા માસ્ક ગાંધીનગર મોકલ્યાં છે. તેમ જ હાલમાં તેમને વધુ એક લાખ જેટલા માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે.