ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ RTO કચેરીમાં લર્નિંગ લાયસન્સ મેળવવા લોકોની લાઇન લાગી

વલસાડ: જિલ્લાની RTO કચેરી ખાતે સોમવારે કચેરી ખુલતા લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ભારે જનમેદની ઉમટી પડી હતી. દરમિયાન સર્વર ડાઉન હોવાને કારણે વહેલી સવારે નવ વાગ્યાથી આવેલા લોકો લાંબી કતારમાં ઉભ્યા હતા. લગભગ 20 મિનિટ સુધી વીજ પ્રવાહ ગુલ થવાથી લોકોને અગવડનો સામનો કરવો પડ્યો હતો

વલસાડ RTO કચેરીમાં લર્નિંગ લાયસન્સ મેળવવા લોકોની લાઇન લાગી

By

Published : Nov 4, 2019, 9:54 PM IST

દિવાળીના મિની વેકેશન બાદ સોમવારે ફરી આરટીઓ કચેરી ખૂલતા લાયસન્સ મેળવવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. દરમિયાન કોમ્પ્યુટરની ઓનલાઇન સર્વેની કામગીરીમાં સર્વર ડાઉન થઈ જતા મંદ ગતિએ લાઇસન્સ નીકળી રહ્યા હતા. જેને લઈને લાયસન્સ કઢાવવા માટે આવેલા અનેક લોકોને કલાકો સુધી પ્રતીક્ષા કક્ષમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો.

વલસાડ RTO કચેરીમાં લર્નિંગ લાયસન્સ મેળવવા લોકોની લાઇન લાગી

લર્નિંગ લાઇસન્સની કામગીરી દરમિયાન વીજપ્રવાહ ખોટકાઈ જવાથી લાંબી લાઈનોમાં ઉભેલા લોકો કંટાળી જમીન પર બેસી ગયા હતા. અને પોતાના નંબર આવવાની રાહ જોતા જોવા મળ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી હોય છે. વલસાડ જિલ્લામાં આગામી એક માસ સુધી લર્નિંગ લાયસન્સ માટેની અપોઈન્ટમેન્ટ ફૂલ થઇ ચૂકી છે, તો હવે પછી કોઇપણ વ્યક્તિએ લાઈસન્સ કઢાવવું હોય તો તેઓને જાન્યુઆરીમાં જ અપોઇન્ટમેન્ટ મળી શકે તેમ છે.

સરકાર દ્વારા આરટીઓ કચેરીને લર્નિંગ લાઇસન્સ માટે આવતા ભરણમાંથી મુક્ત કરવાની વાતને લઇ આઈ.ટી.આઈ કચેરીમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી આપવાની વાતો ચાલતી હતી. પરંતુ વલસાડ જિલ્લામાં હજુ સુધી આ કામગીરી શરૂ થઈ નથી. જેના કારણે અનેક લોકોને આજે પણ આરટીઓ કચેરીમાં કલાકો સુધી લાંબી કતારમાં ઊભવાનો વારો આવે છે.

ABOUT THE AUTHOR

...view details