- બાળ કલ્યાણ સમિતિએ બાળકો માટે વિશેષ કામગીરી
- પાલક વાલીઓને દર માસે રૂપિયા 4 હજારની સહાય મળશે
- જિલ્લામાં માતા-પિતા ગુમાવનારા 183 બાળકો
વલસાડ :કોરોનાકાળના દોઢ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લામાં બાળકોના માતા-પિતા બન્ને કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. પાલક વાલીઓને મહિને 4 હજાર સહાય પૂરી પાડવાની યોજના અમલમાં મૂકાઇ છે. આ સાથે જ બાળકોના માતા-પિતામાંથી કોઇ એકનું મોત થયું હોય તેવા બાળકોનો પણ સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં કોરોનામાં માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવનારા બાળકોની સંખ્યા 183 હોવાનું સામે આવ્યું છે.
એક વાલી સાથે બાળકોને જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરીએ બોલાવાયા
આ બાળકોને સહાય મળે તે માટે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન સોનલ સોલંકી જૈન અને કમિટિ સભ્યો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બાળકોના માતા કે પિતા કોઇ એકનું કોરાનામાં મોત થયું હતું તેવા 183 બાળકોને એક વાલી સાથે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.