વલસાડઃ પારડી પોલીસ મથકમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા મહિલા ASI અનિલા ચૌધરી જેમની બદલી તેમના લગ્ન બાદ સુરતના બારડોલી ખાતે થઈ હતી. બદલીને કારણે તેઓ પારડી પોલીસમાં ચાર્જ સોંપી હાજર થવા માટે સુરત SP કચેરી ખાતે ગયા હતા. ત્યાંથી બારડોલી તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું, તેમના પતિ પણ બારડોલી ખાતે રાઇટર તરીકે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા. જેથી બંને એક સાથે નોકરી કરી સાથે રહી શકે એવુ ભવિષ્યમાં તેઓ એ નક્કી કર્યું હતું, પરંતુ કુદરતને જાણે કંઈક અલગ મંજૂર હતુ, તેઓ પરત થઈ રહ્યા હતા ,ત્યારે સુરતના પલસાણા નજીક માર્ગ અકસ્માતમાં અનિલાબેનનું કરુણ મોત થયું હતું.
પારડી પોલીસ મથકમાં બદલી થયા બાદ સુરત હાજર થવા ગયેલ મહિલા ASIનું માર્ગ અકસ્માતમાં મોત
પારડી પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલ મહિલા ASI બદલી બાદ સુરત SPકચેરીએ હાજર થયા બાદ પરત ફરતા થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતુ, ઘટના બનતા પારડી પોલીસ બેડામાં ગમગીની ફેલાઈ હતી, અને પોલીસ મથકમાં તમામ કર્મચારીઓ એ 2 મિનિટ મૌન પાળ્યું હતું.
પારડી પોલીસ મથકમાં બદલી થયા બાદ સુરત હાજર થવા ગયેલ મહિલા ASIનું માર્ગ અકસ્માતમાં મોત
ઘટના અંગેની જાણકારી મળતા જ પારડી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રવર્તી હતી. પારડી પોલીસ કર્મીઓ એ સહકર્મીના મોતને પગલે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. નોંધનીય છે કે, અનિલા ચૌધરીનો હસમુખો સ્વભાવ અને તેમની કામ પ્રત્યેની નિષ્ઠા અંગે તમામ કર્મચારીઓ ખોટ વર્તાશેની ચર્ચાઓ કરી રહ્યા હતા. મહત્વ નું છે કે, અનિલા ચૌધરી તેઓ રજા ઉપર હતા અને તેમને 8 માસનું ગર્ભ હતું, અચાનક બનેલી ઘટનાને તેમની સાથે કામ કરનાર તમામ લોકોને ભાવુક કરી દીધા હતા.