વલસાડધરમપુરના ઓજાર પાડા ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા (Girls Residential School at Ojar Pada) ગઈકાલે વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીનીઓ જ્યારે પણ નાહવા માટે જાય છે ત્યારે કેટલાક રસોયા દ્વારા મોબાઈલ દ્વારા તેમનો ફોટો અને વિડીયો(students alleged the cook filmed us ) બનાવવામાં આવતા હોવાના લઈને ભારે હોબાળો મળ્યો હતો. આ સાથે સાથે તેમને ભોજન પણ મેનુ પ્રમાણે અપાતું ન હોવાને લઈને આશ્રમશાળા પર વિદ્યાર્થીઓ અને વાલીઓ એકત્ર થઈ ગયા હતા. એ બાદ આજે ફરીથી વાલીઓ પહોંચ્યા અને પ્રાયોજના વહીવટદાર પોલીસ અધિકારી મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચીને વિવિધ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓને છેડતી કરતા હોવાનો આક્ષેપકન્યા નિવાસી શાળામાં 600 જેટલી વિદ્યાર્થીની હું અભ્યાસ કરે છે. જેવો વહેલી સવારે નાહવા કે બાથરૂમ જાય છે. તે સમયે ત્યાં કામ કરતા સાત જેટલા ઉત્તર ગુજરાતના કહેવાતા રસોયાઓ દ્વારા આ વિદ્યાર્થીનીઓના ફોટા અને વિડીયો ઉતારવામાં આવે છે, તેમજ તેઓને કોમેન્ટ પાસ કરી છેડતીકરવામાં આવતી હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ (Ashram school students alleged the cook) કર્યો છે. જેને પગલે વાલીઓએ આશ્રમશાળા પહોંચીને હોબાળો મચાવ્યો હતો.
સરકારી તંત્ર પણ આશ્રમશાળા પર પહોંચ્યુંસ્થાનિક અગ્રણીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હોબાળા અને આક્ષેપને ગંભીરતાથી લેતા ધરમપુર મામલતદાર પોલીસ અધિકારી (Dharampur Mamlatdar Police Officer) તેમજ પ્રાયોજના વહીવટદાર પણ નિવાસી શાળા પર પહોંચ્યા હતા અને તેમણે તમામ કર્મચારીઓ શિક્ષકોના નિવેદનો પણ લીધા હતા જોકે આક્ષેપ મુજબ એવા કોઈ પણ વિડીયો બહાર આવી શક્યા નથી.