- વલસાડમાં આશા વર્કર્સએ નોંધાવ્યો વિરોધ
- કલેક્ટર કચેરીએ કાળી પટ્ટી ધારણ કરીને સરકારની નીતિ સામે કર્યો વિરોધ
- આઉટ સોર્સિંંગ પદ્ધતિ બંધ કરીને મહિલાઓનું શોષણ અટકાવવા કરી માગ
વલસાડ: જ્યારે આરોગ્યલક્ષી કોઈપણ યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે આશા વર્કરોને તે યોજનામાં સામેલ કરીને યોજનાના અમલ માટે સર્વે કામગીરી કે અન્ય કામીગીમાં તેમને જોડી દેવામાં આવે છે. ત્યારે તેમની બાજુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ દરકાર રાખવામાં આવી નથી. આશા વર્કરોને માન સાનમાં મળે એવા હેતુસર આજે 700થી વધુ મહિલાઓ માથે કાળી પટ્ટી બાંધીને વલસાડ ખાતે એકત્ર થઇને તેમના પડતર મુદ્દાને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. સરકાર દ્વારા તેમની માગણી પૂર્ણ ના કરાઈ હોય માથે કાળી પટ્ટી બાંધીને વિરોધ દરસાવ્યો હતો.
કઈ કઈ 8 માગને લઇ તેમને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
- આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો માટે વર્ગ 4નું રેગ્યુલર મહેકમ ઉભુ કરી કાયમી કર્મચારી ગણવા
- લઘુત્તમ વેતન ચૂકવવું
- 180 દિવસ મેટરનિટિ લીવ આપવી
- ઉંમરના બાધ વિના પેન્શન યોજનાનો લાભ આપવો
- મેડીકલ વીમો આપવા
- ઓળખ કાર્ડ આપવા
- યુનિફોર્મ આપવા
- કોરોના કાળમાં કરેલી કામગીરીનું મહેનતાણું ચૂકવવું
- ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરેલી કામગીરીનું મહેનતાણું ચૂકવવું
આશાવર્કરોએ જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને 8 મુદ્દાની માગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં તેમણે જણાવ્યું કે, તેમને વર્ગ 4ના રેગ્યુલર મહેકમમાં સમાવવામાં આવે. ભારત દેશના બંધારણીય અધિકાર મુજબ તેમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, આશા વર્કર અને આશા ફેસિલિટેટરને 180 દિવસની મેટરનિટી લીવ આપવામાં આવે. ઉમરના ભેદભાવ વિના તેમને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તેમની જોખમી કામગીરને ધ્યાને રાખી મેડિકલ વીમો ઉતારી આપવામાં આવે જેવી કેટલીક માગો તેમણે કરી હતી.
પડતર માગણી પૂર્ણ કરવાની માગ કરી
આમ જિલ્લામાં કામ કરતી 700થી વધુ આશા વર્કર બહેનોએ આજે માથે કાળી પટ્ટી બાંધીને સરકારની નીતિ સામે વિરોધ દર્શાવ્યો હતો અને પડતર માગણી પૂર્ણ કરવામાં આવે એવી માગ કરી હતી.
અન્ય જિલ્લામાં આશાવર્કર્સ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન
પાટણ જિલ્લાની આશાવર્કર્સે સરકાર સામે બાયો ચડાવી
પાટણ : જિલ્લા સહિત રાજ્યમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી મહિલાઓને કામના પ્રમાણમાં ઓછું વેતન ચૂકવી સરકાર દ્વારા શોષણ કરવામાં આવે છે. આ નીતિના વિરોધમાં સોમવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન કરવા પાટણ જિલ્લાની આશા વર્કર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી એકત્ર થઈ હતી.
વડોદરા આશાવર્કર બહેનોએ પોતાને મળતા ઓછા વેતનને લઇને નોંધાવ્યો વિરોધ
વડોદરા : શહેરમાં કોરોના વાઇરસને ડામવા કાર્યકરતી આશાવર્કર બહેનોએ મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 1 દિવસના વેતનના રૂપિયા 33.33 રુપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરવી સરકાર દ્વારા યોગ્ય વેતન આપવામાં આવે તેમજ આશાવર્કર બહેનોનું શોષણ બંધ કરવામાં આવે તે માટે રજુઆત કરવા પહોંચી હતી.
આશાવર્કર બહેનોએ સમાન કામ સમાન વેતનના મુદ્દા સાથે આણંદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું