- વલસાડમાં આશાવર્કર મહિલાઓએ માગ પૂર્ણ કરવા આવેદનપત્ર આપ્યું
- ગુજરાત જનતા જાગૃતિ મંચના માધ્યમ સાથે આશા વર્કર બેહનો એકત્ર થઈ
- આશાવર્કરોને કાયમી અને સાતમા પગાર પંચનો લાભ આપવા પણ કરાઈ માગ
- 5થી 6 મહિના સુધી કોઈ પણ ભથ્થું ન મળ્યું હોવાનો આશાવર્કરોનો આક્ષેપ
- સરકારની પાયાની યોજના લાગુ કરવાની કામગીરીમાં આશા વર્કર અને ફેસિલિલેટર બેહનો કામ કરે છે
વલસાડઃ જિલ્લાની આશાવર્કર મહિલાઓ દ્વારા પગાર અને અન્ય પડતર માંગણી મુદ્દે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચલાવવામાં આવી રહી છે, જેને લઈને આજ રોજ વલસાડના તડકેશ્વર મંદિરના પટાંગણમાં આશાવર્કરોની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશાવર્કરોના આગેવાન ચંદ્રિકાબેન સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોઈ પણ પરમિશન વગર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો. એટલે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે આગેવાનને ડિટેન કરી તમામ મહિલાઓને પરત જવા માટે કહ્યું હતું, જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો, પરંતુ પોલીસ સમજાવટ બાદ તમામ મહિલા પરત થઈ હતી અને આગેવાનો સાથે આશાવર્કર મહિલાઓએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ સાથે જ માગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે વિનંતી કરાઈ હતી.
આશા વર્કરો મહિલાઓની માગ શું છે?