ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં બાળક સાથે શારીરિક અડપલા કરતા પાડોશીની કરાઈ ધરપકડ - વસાડમાં બાળક સાતે પાડોશી કરી છેડછાડ

વલસાડ શહેરના એક પોશ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા ૧૨ વર્ષીય બાળક સાથે તેમના પાડોશી દ્વારા શારીરિક અલપડા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધીને આગળ વધી છે.

valsad
valsad

By

Published : Mar 5, 2020, 4:42 AM IST

Updated : Mar 5, 2020, 7:22 AM IST

વલસાડઃ શહેરના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર આવેલી એક જાણીતી સોસાયટીમાં રહેતા 12 વર્ષીય બાળકને જે ધોરણ ૭ માં અભ્યાસ કરે છે. તેની સોસાયટીમાં રહેતા પાડોશીએ સ્કૂલેથી પોતાની કારમાં બેસાડી લાવી માર્ગમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. સાથે આરોપીએ કડક સજા ફટકારવાની લોકમાગ પ્રબળ બની છે.

વલસાડમાં બાળક સાથે શારિરીક અલપડા કરતા પાડોશીની કરાઈ ધરપકડ

આ સમગ્ર બાબતની જાણકારી આ બાળકે તેની માતાને કરતા માતા પણ ચોંકી ઉઠી હતી. જો કે આ વાતની ખરાઈ કરવા માટે તેની માતાએ પાડોશી સાથે વાતચીત કરવા જતા તેઓએ ઝઘડો પણ કર્યો હતો. ત્યારબાદ પાડોશી આ બાળકની સ્કૂલના ગેટ પાસે પહોંચી બાળકને એવું જણાવતા મળ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, આ બાળક સાથે વધુ કોઈ ઘટના ન બને તે માટે માતાએ SP સમક્ષ બાળકનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે શારીરિક અડપલા બાબતે તેમની સોસાયટીમાં રહેતા પાડોશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાથે જ પોલીસે સોસાયટીમાં રહેતા જતીન ચૌહાણ અને દેવાંશુ પટેલ નામના પાડોશી સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે, આ બંને આરોપીઓ ભોગ બનેલા બાળકની સોસાયટીમાં જ રહે છે અને અવારનવાર આ બાળક તેમના ઘરે પણ રમવા માટે જતો હતો. બાળક સાથે થયેલા શારીરિક અડપલાને ધ્યાને રાખી કોઈ મોટી ઘટના ન બને તે માટે માતા એ વલસાડ સિટી પોલીસ મથક માં પોલીસ ફરિયાદ કરી છે

Last Updated : Mar 5, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details