- વાપીમાં છેતરપિંડી કરી નાણાંની ઉચાપતનો મામલો
- મંથન શાહે લાખો રુપિયાની કરી છેતરપિંડી
- ધરપકડ બાદ બે દિવસના રિમાન્ડ પર સોંપાયો
વાપી :- વાપીના ચલામા રહેતા મંથન શાહ અને તેમની પત્ની પૂર્વી શાહ વિરુદ્ધ છેતરપિંડી કરી લાખો રુપિયા પડાવી લીધાંની ફરિયાદ નોંધાઇ છે. વાપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મંથનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે મંથનના 2 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. મંથને અન્ય કેટલાય લોકોના રૂપિયા ચાંઉ કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચોઃ પોરબંદરના તબીબ પાસે મોબાઈલ પર થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી
નોકરાણીના 35 લાખ અને સેલવાસના યુવકના 15.70 લાખ ચાંઉ કર્યા
વાપી ચલા ખાતે રહેતા મંથન જયેશ શાહના ઘરે વર્ષ 2015માં ઘરકામ કરતી છરવાડાની એન્કટીબેન પાસેથી 35 લાખ જેવી માતબર રકમ પડાવી તે પરત નહીં કરતા વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ મુજબ ફરિયાદીને નાસ્તાની દુકાન ખોલવાની હોવાથી મંથન સાથે વાત કરી હતી. મંથને દુકાન અપાવવાની લાલચ આપી પત્ની પૂર્વી સાથે મળી નોકરાણી પાસેથી 35 લાખ પડાવી લીધાં હતાં. તેમ છતાં દુકાન ન અપાવતાં રુપિયાની માગણી કરતા ઝગડો કરી દંપતિએ તેને નોકરીથી કાઢી મૂકી હતી. નોકરાણીએ અંતે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.