ગુજરાત

gujarat

ETV Bharat / state

લાંચીયા ઈન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડન્ટને 25 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા - GUJARATI NEWS

વલસાડ: જિલ્લાના ગુંદલાવમાં બાંધકામના પ્રોજેક્ટ કરતા એક વેપારીને ત્યાં ઓડિટ દરમિયાન વેપારીને હેરાન ન કરવા અને સંબંધ જાળવી રાખવા માટે વાપીની સીજીએસટીએન્ડ સેન્ટ્રલ એક્સાઇઝમાં ઇસ્પેક્ટર વર્ગ-2માં ફરજ બજાવતા વિવેક બ્રહ્મદત્ત શર્માએ લાંચ માંગી હતી. જેને સ્વીકારવા વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ નજીક આવેલ સુપ્રીટેન્ડેન્ટ સુજીત કુમાર સત્યદેવ પ્રસાદ એન્ટીકરપ્શનના છટકામાં રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.

લાંચીયા ઈન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડન્ટને 25 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

By

Published : Jul 18, 2019, 10:48 PM IST

એન્ટી કરપ્શન બ્યુરો વલસાડ અને ડાંગના પોલીસ ઇન્સ્પેક્ટર જણાવ્યું કે વલસાડના ગુંદલાવમાં બાંધકામનો ધંધો કરતાં એક વેપારીએ પોતાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જ્યાં ઓડિટ દરમિયાન આ ફરિયાદીને હેરાન ન કરવા માટે તેમજ સંબંધો જાળવી રાખવા માટે વિવેક શર્માએ 25 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે બાબતે ફરિયાદીએ એન્ટિ-કરપ્શનના ટોલ ફ્રી નંબર પર ફોન કરી માહિતી આપતા એન્ટી કરપ્શન દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વલસાડના આર.પી.એફ ગ્રાઉન્ડ ખાતે સુજીત કુમાર સત્યદેવ પ્રસાદ સુપ્રિન્ટેન્ડેન્ટ જે વાપીમાં સીજી એસ.ટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝમાં ફરજ બજાવે છે. તેમણે લાંચની રકમ સ્વીકારી હતી અને એસીબીએ તેમને દબોચી લીધા હતા. તો આ લાંચની રકમ માટે સીજીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર વિવેક બ્રહ્મદત્ત શર્માએ સાથે માંગણી કરી હોય એસીબીએ તેમને વાપી કચેરી પહોંચીને ધરપકડ કરી લીધી હતી.

લાંચીયા ઈન્સ્પેક્ટર અને સુપ્રિટેન્ડન્ટને 25 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

25 હજારની લાંચ લેતા સીજીએસટી સેન્ટ્રલ એકસાઇઝના ઇન્સ્પેક્ટરની ધરપકડ થતાંની સાથે જ લાંચ લેનારા લંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details