વલસાડ: કપરાડા તાલુકાના 3 ગામ દિવસી, દભાળી અને માતુનીયા ગામના લોકો માટે ચાલતી સસ્તા અનાજની દુકાન મંગળવાર અને રવિવારના દિવસે ખોલવામાં આવે છે, પરંતુ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે મળવા પાત્ર જથ્થા કરતાં ઓછો જથ્થો આપવામાં આવે છે.
કપરાડામાં સસ્તા અનાજની દુકાનદારનું મનસ્વી વલણ, બપોરે સુધી નથી ખોલવામાં આવતી દુકાનો - કપરાડાના તાજા સમાચાર
લોકડાઉનમાં આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં રોજ કમાઈને રોજ ખાનારા લોકોને મહિનાનું અનાજ મળી રહે, એ માટે સરકારે સસ્તા અનાજની દુકાનમાં વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવાનું નક્કી કર્યું છે. આ સ્થિતિ કપરાડામાં ઉલટી છે. કપરાડામાં અઠવાડિયામાં 2 દિવસ સસ્તા અનાજની દુકાન ખુલે છે અને એ પણ મનસ્વી રીતે ખોલવામાં આવે છે. જેથી દુકાનદારના આવવા સુધી લોકોને બેસી રેહવાની ફરજ પડે છે. આ ઉપરાંત લોકો આક્ષેક કરી રહ્યા છે કે, પૂરતો જથ્થો મળતો નથી.
કપરાડામાં સસ્તા અનાજની દુકાનદારનું મનસ્વી વલણ, બપોરે સુધી નથી ખોલવામાં આવતી દુકાનો
મંગળવારે લોકો 5-5 કિ.મી ચાલીને સવારે 8 વાગ્યાથી સસ્તી અનાજના દુકાને આવ્યા હતા, પરંતુ દુકાનમાં માત્ર લોખંડી તાળા લટકતા હતા. જેથી લોકો રોષે ભરાયા હતા.