સરીગામના મહિલા સરપંચ લાંચ લેવાના પ્રકરણમાં ઝડપાયા બાદ ઉપસરપંચને બનાવ્યા સરપંચ
વલસાડઃ ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના પતિની ACB એ 50 હજારની લાંચ લેવાના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જે બાદ ખાલી પડેલી સરપંચની ખુરશી પર ગુરુવારે વલસાડ DDOના આદેશથી TDOની હાજરીમાં ઉપસરપંચને ઇન્ચાર્જ સરપંચનો કારભાર સુપ્રત કર્યો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ સરપંચે ગામના અટકેલા વિકાસને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી છે.
uyuy
વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામના ઉપસરપંચ પંકજ રાયની ગુરુવારે ઇન્ચાર્જ સરપંચ તરીકે નિમણૂક કરી છે. પંકજ રાયે જણાવ્યું હતું કે, 'વલસાડ DDOના આદેશથી TDO દ્વારા સરીગામ ગ્રામ પંચાયતની ખાલી પડેલી સરપંચનો ચાર્જ મને સોંપ્યો છે. આગામી દિવસોમા સરીગામના અટકેલા વિકાસના કામને આગળ ધપાવીશ. આ સાથે જ ગામના વિકાસમાં હું મદદ કરતો રહીશ.