ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ મામલતદારને પાઠવ્યું આવેદન - કોંગ્રેસ સમિતિ

છેલ્લા ઘણા દિવસથી રોજેરોજ વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઇ મધ્યમ પરિવારને તેની સીધી અસર વર્તાઈ રહી છે. એક તરફ લોકડાઉનનો માહોલ ખૂલ્યા બાદ આર્થિક સ્થિતિએ ભાંગી પડેલા અનેક પરિવારોને પેટ્રોલ અને ડિઝલના થયેલા ભાવ વધારોએ પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ છે. આ તમામ મુદ્દાને આવરી લઈને કોંગ્રેસ સમિતિના સભ્યોએ વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Valsad District Congress Committee
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ

By

Published : Jun 24, 2020, 2:46 PM IST

વલસાડ : શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર કર્યા બાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ જિલ્લા મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાને લઈને થયેલા લોકડાઉનમાં અનેક પરિવારો બેરોજગાર બન્યા છેે. આવા સમયમાં છેલ્લા 20 દિવસથી વધી રહેલા સતત પેટ્રોલ અને ડિઝલના ભાવ સામાન્ય પરિવારની કમર તોડી નાખશે. જેથી કરીને લોકોને રાહત રહે તે માટે આ વધતા જતાં ડિઝલના ભાવ રોકવા જોઈએ.

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાને લઇ મામલતદારને આવેદનપત્ર

જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો એકત્ર થયા હતા. તેમજ વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી નીકળીને વિવિધ બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું.

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાને લઇ મામલતદારને આવેદનપત્ર
મહત્વનું છે કે, છેલ્લા 20 દિવસથી સતત પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે દરેક ચીજ વસ્તુઓના ભાવોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે એમ કહીએ તો ખોટું નહીં કે, પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા તેની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડશે.

ABOUT THE AUTHOR

...view details