વલસાડ: 6 લાખના દારૂ સાથે 1ની ધરપકડ - Buganda Tolanaka
વલસાડ: દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની માટે ખેપિયાઓ અવનવી તરકીબો અપનાવતા હોય છે. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બગવાડા ટોલનાકા પાસેથી એક ટ્રકમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઇ જવાતો રૂપિયા 6,24,000 સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.
નેશનલ હાઇવે નંબર 48 ઉપર બગવાડા ટોલનાકા નજીક લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન ટ્રક નંબર GJ-4-X-8900 પુરપાટ ઝડપે ચાલી આવતી હતી. જેને અટકાવી તપાસ કરતા પ્લાસ્ટિકના વેસ્ટમાં કોથળા ભર્યા હતા. જોકે આ કોથળાની પાછળના ભાગે 260 જેટલા બોક્સમાં દમણિયા બનાવટનો દારૂ ભરેલી 11,280 બોટલ જેની કિંમત અંદાજે રૂપિયા 6 24000 થતી હોય. તે મળી આવ્યો હતો જ્યારે ટ્રક ચાલક રવિ નારાયણ બલાલની ધરપકડ કરી હતી. જેની સઘન પૂછપરછ કરતા દારૂનો જથ્થો સોનગઢ વ્યારા તરફ લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું હતું.